Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટનાં ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલનાં પત્ની, પુત્રી અને સાળાનું ઢસા- રંઘોળા નજીક માર્ગ અકસ્માતમાં અવસાન : પાંડેરિયા ગામે પ્રસંગમાં ગયા હતા : રાજકોટ પરત ફરતી વેળાએ તેમની અલ્ટો કાર એક આયશર સાથે અથડાઈ : ઘટના સ્થળે જ ત્રણેયએ છેલ્લાં શ્વાસ લીધા : રાજકોટ ગ્રામ્ય પ્રાંત દેસાઈ અને જસદણ ડેપ્યુટી કલેકટર પહોંચ્યા

રાજકોટનાં ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલનાં પત્ની, પુત્રી અને સાળાનું ઢસા- રંઘોળા  નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે, આ અકસ્માત રંઘોળાથી ત્રણ કી,મી દૂર થયો હોવાનું જાણવા મળે છે , પાડેરિયા ગામે પ્રસંગમાં ગયા હતા બાદમાં રાજકોટ પરત ફરતી વેળાએ તેમની અલ્ટો કાર એક આયશર સાથે અથડાઈ હતી આ અકસ્માત  ઘટના સ્થળે જ ત્રણેયએ છેલ્લાં શ્વાસ લીધા હતા,આ અક્સમાતની જાણ થતા રાજકોટ ગ્રામ્ય પ્રાંત દેસાઈ અને જસદણ ડેપ્યુટી કલેકટર પણ દોડી ગયા છે

 

(8:42 pm IST)