Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

પોલીસ હેડકવાર્ટરના બે પોલીસમેન રજા વગર ગેરહજાર રહેતાં ગુનો દાખલ કરાવાયો

રાજકોટઃ શહેર પોલીસના હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં બે પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ કસ્તુરભાઇ (બકલ નં. ૧૪૫૬) તથા જેસંગભાઇ વાઘાભાઇ (બકલ નં. ૧૪૧૩) કોઇપણ જાતની જાણ કર્યા વગર  પોતાની ફરજ પર ગેરહાજર રહેતાં હોઇ તેમજ તેઓને હાજર થવા માટે સમયાંતરે લેખિત-મોૈખિક રીતે જાણ કરવામાં આવી હોવા છતાં ફરજ પર હાજર થતાં ન હોઇ હેડકવાર્ટરના રિઝર્વ પીઆઇ એમ.આર. કોટડીયાએ બંને વિરૂધ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં જીપીએકટ ૧૪૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:00 pm IST)