Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

કુવાડવાના જાળીયા ગામે જેસીબીથી કામ કરવાની ના પાડી પ્રવિણભાઇ વેકરીયા પર રમેશનો હુમલોઃ ખૂનની ધમકી

રાજકોટઃ કુવાડવા તાબેના ખોરાણા ગામે રહેતાં પ્રવિણભાઇ પાંચાભાઇ વેકરીયા (ઉ.વ.૫૬) જાળીયા ગામની સીમમાં આવેલી દિપકભાઇ નરસીભાઇ ઉંધાડની વાડીમાં જેસીબી-ટ્રેકટરથી કામ કરતાં હતાં ત્યારે રમેશ ભરવાડ નામના શખ્સે આવી કામ કરવાની ના પાડી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડનો પાઇપ લઇ મારવા દોડી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હેડકોન્સ. એચ. એલ. સબાડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:58 pm IST)