Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ગંગોત્રી પાર્ક રોડ શિલ્પન ઓનેસ્ટમાં સાતમા માળેથી કૂદી જઇ ૬૬ વર્ષના રમાબેન રોજીવાડીયાનો આપઘાત

સ્યુસાઇડ નોટમાં લખ્યું-શરીરના દુઃખ હવે સહન નથી થતાં, કંટાળી ગઇ છું

રાજકોટઃ શહેરના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્પન ઓનેસ્ટ બી-૨ સાતમા માળે ફલેટ નં. ૭૦૧માં રહેતાં રમાબેન વૃજલાલભાઇ રોજીવાડીયા (ઉ.વ.૬૬) નામના વૃધ્ધાએ સાતમા માળેથી પડતું મુકી જિંદગી ટુંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ ખીરાણી તથા અનુજભાઇ ડાંગર સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રમાબેનને સંતાાનમાં બે પુત્રો છે. જેમને મેટોડામાં ફેકટરી છે. રમાબેનના પતિ વૃજલાલભાઇ પણ હયાત છે. છેલ્લા ઘણા વર્ષથી રમાબેનને કમરનો દુઃખાવો, વા સહિતની બિમારીઓ લાગુ પડી હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું. તેમણે લખેલી સ્યુસાઇડ નોટમાં પણ પોતે બિમારીથી ખુબ કંટાળી ગયાનો ઉલ્લેખ છે. ફલેટની ગેલેરીમાં ખુરશી લાવી ખુરશી પર બેસી ટેકો લઇ નીચે પડતું મુકયાનું તપાસમાં ખુલ્યું છે.

(1:57 pm IST)