Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ઉત્સવ સોસાયટીમાંથી પાંજરાપોળના દિપકને રૂ.૩૨ હજારના દારૂ સાથે બી-ડિવીઝન પોલીસે પકડ્યો

એએસઆઇ વિરભાઇ ધગલ અને કોન્સ. પરેશભાઇ તથા સંજયભાઇની બાતમી પરથી પીઆઇ ઓસુરા, પીએસઆઇ ડામોરની કાર્યવાહી

રાજકોટઃ શહેર બી-ડિવીઝન પોલીસે ભાવનગર રોડ પટેલ વાડીની સામે પાંજરાપોળ શિતળા માતાજીના મંદિરવાળી શેરીમાં રહેતાં દિપક બાબુભાઇ કુમારખાણીયા (ઉ.૨૧)ને રૂ. ૩૨ હજારના ૮૦ બોટલ દારૂ  સાથે પકડી લીધો છે. આ શખ્સે મોરબી રોડ પર ઉત્સવ સોસાયટી-૪માં ભાડે મકાન રાખી તેમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી એએસઆઇ વિરમભાઇ ધગલ અને કોન્સ. પરેશભાઇ સોઢીયા તથા સંજયભાઇ મિયાત્રાને મળતાં એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, પરેશભાઇ સોઢીયા અને સંજયભાઇએ દરોડો પાડ્યો હતો.

(1:56 pm IST)