Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટમાં બપોરના ૧૧ વાગ્યા સુધીમાં ૧૫ . ૬૫ ટકા મતદાન સૌથી વધુ વોર્ડ નંબર પાંચમા 19.30 ટકા અને સૌથી ઓછું વોર્ડ નંબર સાત માં ૧૧.60 ટકા મતદાન થયું છે: જિલ્લા ચૂંટણીનો સતાવાર રિપોર્ટ

રાજકોટ : સવારે ૯ થી ૧૧ દરમ્યાન ૧,૦૬,૭૪૯ પુરૂષ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલ છે, જયારે ૬૩,૯૧૭ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું છે, આમ, કુલ ૧,૭૦,૬૬૬ મતદાતાઓએ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કર્યું હતું, જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં-૫ માં ૧૯.૩૦ ટકા અને અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં-૭માં ૧૧.૬૦ ટકા નોંધાયું છે, તેમ શહેર ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

(12:40 pm IST)