Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

સામાકાંઠે વોર્ડ નં.૬માં એક બુથમાં ઇ.વી.એમમાં ટેકનીકલ ખામી સર્જાતા મતદાન થોડીવાર અટકાવાયુ

રાજકોટઃ શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૬માં મુરલીધર વિદ્યાલમાં આવેલ બુથ નં.૨૦માં ઇ.વી.એમમાં ટેકનીલ ખામી સર્જાતા થોડી વાર મતદાન અટકાવામાં આવ્યુ હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ. મતદાન બંધ થતા મતદારોની લાઇનો જોવા મળી હતી. થોડીવાર બાદ ફરી મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ.

(11:01 am IST)