Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ: ભાજપ- કોંગ્રેસ ના આગેવાનોએ પરિવારજનો સાથે કર્યુ મતદાન

રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શુભારંભ થઈ ગયો છે . વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપવા માટે તત્પર એવા રાજકોટવાસીઓ મતદાન કરવાનું શરૂ પણ કરી દીધું છે ,  લોકશાહીના મહાપર્વનો શુભારંભ કર્યો છે . તે ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સામાકાંઠે શાળા નંબર 75 ખાતે મતદાન કર્યું છે . જ્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ તેમના ધર્મપત્ની સાથે બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યું છે . ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા અંશ ભારદ્વાજે પરિવાર સાથે કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું હતું , શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતુ.ધારાસભ્ય ગોવિંદ પટેલે મતદાન કર્યું હતું , મતદાન બાદ ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .

શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 17 ના ઉમેદવાર અશોકભાઈ ડાંગર, શહેર કોંગ્રેસનાં કાર્મયકારી પ્તમુખ પ્દાદીપ ત્રીવેદીએ કર્યું હતું  મતદાન કર્યા બાદ તેમણે નાગરીકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી . વોર્ડ ને.13નાં કોંગ્રેસનાં ઉમેદવાર જાગૃતીબેન ડાંગરે પરિવાર સાથે મતદાન કાર્યુ હતુ.(તસ્વીર : સંદિપ બગથરીયા)

(11:38 am IST)