Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટ વોર્ડ ન.5, 6ના મહિલા કોંગ્રેસ કાર્યકર ચાંદની લીંબાસિયાની ચૂંટણીની આગલી રાતે 51 હજારના વિદેશી દારૂ સાથે ધરપકડ: પતિના લાયસન્સ વાળા હથિયારમાંથી ફાયરિંગ કર્યાનો અલગ ગુનો: ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વી.જે.જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: ચૂંટણીની આગલી રાતે ક્રાઇમ બ્રાન્ચે વોર્ડ ન.5ના મહિલા કોંગી કાર્યકરને તેના ઘરમાંથી 51 હજારના દારૂ બીયર સાથે પકડી લીધી છે. તેના પતિ સામે પણ ગુનો દાખલ થયો છે.જે ઘરે મળેલ નહિ.  સોશ્યલ મીડીયામાં એક વીડીયો વાયરલ થયેલ જે વિડીયોમાં એક બહેન જાહેરમાં પોતાના પતિના લાયસન્સ વાળા હથિયાર માંથી હવામાં ફાયરીંગ કરતા હોય તે વિડીયોમાં ફાયરીંગ કરનાર મહીલાના રહેણાંક મકાન “શકિત કોર્પોરેશન" નારાયણનગર-૧, પેડક રોડ, રાજકોટ ખાતે જતા હાજર હોય અને તે મકાનની ઝડતી તપાસ કરતા ભારતીય બનાવટનો તેમજ વિદેશી બનાવટનો ઇગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો તથા બીયર ટીન તથા બીયરની બોટલો મળી કુલ-કિ.રા.૫૧,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

   શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ તથા પ્રવિણકુમાર મીણા, ડી.સી.પી.ઝોન-૧  તથા મનોહરસિંહ જાડેજા, ડી.સી.પી.ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ  ડી.વી.બસીયાની સુચનાથી તા.૨૧/૦૧/૨૦૨૧ ના રોજ રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી હોય અને સોશ્યલ મીડીયામાં એક વીડીયો વાયરલ થયેલ છે, જેમાં એક બહેન જાહેરમાં પોતાના પાસેના હથિયારમાંથી હવામાં ફાયરીંગ કરતા જોવામાં આવેલ અને પાછળ એક ગાડી પડેલ છે. તે બાબતે તાત્કાલીક ખરાઇ કરી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા જે સુચના અનુસંધાને પોલીસ ઇન્સ. વી.કે.ગઢવીના  માર્ગદર્શન હેઠળ ડી, સી.બી. પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. વી.જે જાડેજા એ.એસ.આઇ.બલભદ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. ચેતનસિંહ ગોહિલ તથા મહીલા પો.કોન્સ. ગાયત્રીબા ગોહિલ તથા નેહલબેન મકવાણાએ સોશ્યલ મીડીયામાં વીડીયો વાયરલ થયેલ તે હકિકતની ખરાઇ કરી ઉપરોકત હકીકતની પ્રાથમીક તપાસ કરતા સદરહુ વીડીયો વાયરલ રાજકોટ શહેર વિસ્તારના ૧-નારાયણનગર પેડક રોડ રાજકોટ વાળા સરનામે ચેક કરતા નીચે મુજબના મહીલા હાજર મળી આવેલ હોય તેમજ તેના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો તથા વિદેશી બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા બોટલો મળી આવતા જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે

 આરોપી (૧) ચાંદનીબેન  પીયુષભાઇ લીંબાસીયા ઉ.વ.૩૨ (૨) પીયુષભાઇ પ્રેમજીભાઇ લીંબાસીયા રહે. બન્ને “શકિત કોર્પોરેશન" ૧-નારાયણનગર પેડક રોડ રાજકોટ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 આ ઉપરાંત ફાયરિંગ અંગે ૩૩૬, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૨૯,૩૦ મુજબ પણ કાર્યવાહી થઈ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર  વી.કે.ગઢવી, તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.જ.જાડેજા, તથા એ. એસ.આઈ. બલભદ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ ઝાલા, હિતેનદ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. ચેતનસિંહ ગોહિલ, મહીલા પો.કોન્સ. ગાયત્રીબા ગોહિલ, નેહલબેન મકવાણા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(10:24 am IST)