Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

બેંગ્લોર બાદ ૧લી માર્ચથી રાજકોટ - હૈદ્રાબાદ વચ્ચે વધુ એક ફલાઈટ

રાજકોટ - હૈદ્રાબાદ વચ્ચેની સ્પાઈસ જેટની આ ફલાઈટ ૯:૧૦ કલાકે આવશે અને ૯:૪૦ ઉપડશે : બુકીંગ શરૂ : ઈન્ડીગો પણ ૧લી મે ને બદલે ૨૮ માર્ચથી એકીસાથે રાજકોટને ૪ ફલાઈટ આપે તેવી શકયતા : તો રાજકોટને ૧૦ ફલાઈટ સાથે હાઉસફુલ બની જશે

રાજકોટ, તા. ૨૦ : રાજકોટ અને સૌરાષ્ટ્રની પબ્લીક માટે ભારતની એરલાઇન્સો વરથી પડી છે. આગામી ૨૪ થી રાજકોટ - બેંગ્લોર ફલાઈટ શરૂ થઈ રહી છે ત્યારે આગામી ૧લી માર્ચથી સ્પાઈસ જેટ મુંબઈ - દિલ્હી અને બેંગ્લોર બાદ વધુ એક ફલાઈટ રાજકોટ - હૈદ્રાબાદ વચ્ચે શરૂ કરવા જઈ રહી છે.

આ ફલાઈટ સવારે ૯:૧૦ કલાકે રાજકોટ આવી પહોંચશે અને સવારે ૯:૪૦ કલાકે રાજકોટથી રવાના થશે. ૭૮ બેઠકવાળા એરક્રાફટનું બુકીંગ આજથી શરૂ થઈ ગયુ છે.

આ સાથે રાજકોટને સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ - દિલ્હી - બેંગ્લોર અને હૈદ્રાબાદ એમ કુલ ૪ ફલાઈટની ભેટ અપાઈ છે. એર ઈન્ડિયા દ્વારા મુંબઈ અને દિલ્હીની બે ફલાઇટ રોજ ઉડી રહી છે.

દરમિયાન ૭૩ એરલાઈન્સ વર્તુળોના જણાવ્યા પ્રમાણે ૧લી મેથી ઈન્ડીગો રાજકોટ બોમ્બે વચ્ચે અને દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ કરનાર હતુ તે એરલાઈન્સ કંપની હવે ૨૮ માર્ચથી રાજકોટથી દિલ્હી અને બોમ્બે સહિત ૪ ફલાઈટ લઈને આવે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. જો ઈન્ડીગો એકી સાથે ૪ ફલાઈટ શરૂ કરશે તો રાજકોટને એકીસાથે ૧૦-૧૦ ફલાઈટો મળશે અને રાજકોટનું એરફોર્સ ફલાઈટથી હાઉસફુલ બની જશે. હાલ આ બાબતે કાર્યવાહી શરુ કરાયાનું અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતું.

(11:08 am IST)