Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

'કેસ સ્ટડી લર્નિંગ મેથડ' : સનસાઇન કોલેજમાં યોજાયો રાજય કક્ષાનો સેમીનાર

રાજકોટ : મેનેજમેન્ટ અને આઇ.ટી. ક્ષેત્રનો અભ્યાસ કરાવતી સંસ્થા 'સનસાઇન કોલેજ' દ્વારા તાજેતરમાં 'કેસ સ્ટડી લર્નિંગ મેથડ' વિષય પર સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય વકતા તરીકે ગુરૂકુલ કાંગરી યુનિવર્સિટી હરીદ્વારના ડીન ડો. પંકજ મદાને ઉપસ્થિત રહી પતંજલીના કેસ દ્વારા કેસ સ્ટડીને લગતી માહીતી રજુ કરી હતી. અતિથિ તરીકે સૌ.યુનિ. આંકડાશાસ્ત્ર ભવનના પૂર્વ ડીન ડો. ડી. કે. ઘોષ ઉપસ્થિત રહેલ. પ્રારંભે સ્વાગત પ્રવચન સનસાઇન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટના ડીરેકટર ડો. વિકાસ અરોરાએ આપેલ. ડો. સંગીતા મદાનની પણ પ્રેરક હાજરી હતી. સમગ્ર સંચાલન એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના પ્રો. સમીર ધોળકીયા, પ્રો. આસીતા સાવસાણી, પ્રો. ડો. કોમલ પટેલ અને ડો. તુલસી રાવલે કર્યુ હતુ. કાર્યક્રમની જબરદસ્ત સફળતા બદલ સંસ્થાના ચેરમેન મીનેશ માથુરે સમગ્ર સ્ટાફગણનો આભાર વ્યકત કરી અભિનંદન આપ્યા હતા.

(4:04 pm IST)