Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પત્રકારભવનમાં સેમીનાર

રાજકોટઃ શ્રી એ.ડીે.શેઠ પત્રકારત્વ ભવન દ્વારા 'ઇલેકટ્રોનિક કોમ્યુનિકેશન ઇન ચેન્જિંગ ટાઇમ્સ' વિષય પર બે દિવસીય સેમિનારનું ઉદઘાટન સત્ર યોજાયું. સેમિનારના મુખ્ય અતિથિ અને જાણીતા લેખક, 'ચિત્રલેખા'ના જવલંત છાયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પત્રકારત્વની આવતીકાલ છે. ઘટનાની આરપાર ઉતરવાનુંને સત્ય શોધી લાવવું એ તેમનું પ્રથમ કાર્ય છે. આજે પણ લોકોને પત્રકારત્વ પર વિશ્વાસ છે. સાચું અને તટસ્થ લખવું, તથા સમાજહિત માટે જ લખવું. તેવી શીખ આપી હતી. તેમણે એ વાત પર ભાર મૂકયો હતો કે, માધ્યમનો હેતુ મનોરંજન નહિ પરંતુ મનોમંથન છે.' ભવનના ઇન્ચાર્જ હેડ તુષારભાઇ ચંદારાણાએ કાર્યક્રમની પૂર્વ ભૂમિકા સ્પષ્ટ કરી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં પત્રકારત્વ ભવનના અધ્યક્ષ ડો.નીતાબેન ઉદાણીએ કહ્યું હતું કે સાંપ્રત સમયમાં માર્શલ મેકલુહાનની પ્રત્યાયનની થિયરી કેટલી સાર્થક છે તે આધુનિક માધ્યમો દ્વારા જાણી શકાય છે. આ પ્રસંગે ભવનના જ વિદ્યાર્થીઓએ મુલાકાતી અધ્યાપક નિલેશ પંડયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ સામયિક 'લક્ષ્યવેધ'નું પણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિમોચન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ભવનના પ્રોફેસર ડો.યશવંત હિરાણીએ કર્યુ હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો.તૃપ્તિ વ્યાસે કરી હતી.

(3:56 pm IST)