Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મુંબઇમાં દેશભરના વણિક જ્ઞાતિનો પરિચય મેળો-મોઢ રત્ન એવોર્ડ સમારોહ

રાજકોટના કિરીટભાઇ પટેલ, રસીકભાઇ મહેતા, ચીમનભાઇ શાહ, ભાવનગરના અપૂર્વભાઇ શેઠ, બૈજુભાઇ મહેતાની પંસદગી

રાજકોટ, તા.૨૧ : શ્રી મોઢ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઇ ખાતે તા.૧ માર્ચને રવિવારે મોઢ વણિક જ્ઞાતિનો યુવક યુવતીનો જીવનસાથી પરિચય સમારોહ સાથે સેવાકર્મીઓને બીરદાવવા માટે મોઢ રત્ન એવોર્ડ સમારોહનું આયોજન ઝવેરીબેન પોપટલાલ સભાગૃહ શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, ઉપાશ્રય લાઇન, ઘાટકોપર (ઇસ્ટ), મુંબઇ ખાતે સવારે ૯ વાગ્યા થી કરવામાં આવેલ.

આ જીવનસાથી પરિચય સમારોહ સાથે મોઢ વણિક સમાજનાં સેવાકર્મીઓનું મોઢ રત્ન એવોર્ડ આપીને બહુમાન કરવાનું આયોજન કરેલ છે, જેમાં દુબઇનાં શ્રી મુકેશભાઇ પરીખ, મુંબઇનાં ફેડરેશન મોઢ વણિક સમાજનાં પ્રમુખશ્રી અરૂણભાઇ મુછાળા, ટ્રસ્ટીશ્રી અરવિંદભાઇ મહેતા, શ્રી પ્રવિણભાઇ દોશી, શ્રી ભાવેશભાઇ મહેતા, શ્રીમતી લતાબેન મહેતા, શ્રી જયેશભાઇ વામાવાળા, શ્રી કિરીટભાઇ કાપડીયા, શ્રી જતીનભાઇ કાપડીયા, શ્રી ગોપાલભાઇ ગાંધી, શ્રી સુરેન્દ્રભાઇ મહેતા, અ.નિ. અંતુરભાઇ શાહ, ગો.વા. હસુભાઇ મહેતા, પ્રિતમભાઇ પરીખ, શ્રી મગનભાઇ પારેખ, શ્રી મંદાબેન મહેતા, લંડનવાસી ગો.વા. જયસુખભાઇ, અમદાવાદનાં મોઢ મહોદયનાં પ્રમુખશ્રી હર્ષદભાઇ શાહ, ફેડરેશન મોઢ વણિક સમાજનાં ગુજરાત કમિટીનાં ચેરમેનશ્રી ચીમનભાઇ શાહ (વટવાવાળા), અંકલેશ્વરના શ્રી ઉત્કર્ષ મહેતા, રાજકોટના ગ.વા. શ્રી રસિકભાઇ મહેતા (પૂર્વ કમીટી મેમ્બર, મોઢ મહોદય-ભાવનગર), મોઢ મહોદયનાં કારોબારી સભ્ય શ્રી કિરીટભાઇ ચંદુભાઇ પટેલ, બોટાદનાં શ્રી ટી.બી. શેઠ, શ્રી અનિલભાઇ શેઠ, શ્રી વિજયભાઇ વાડોદરીયા, (વકીલ), ભાવનગરનાં શ્રી  અપૂર્વભાઇ શેઠ, શ્રી અમોહભાઇ શાહ, દાસ પેંડાવાળા બૈજુભાઇ મહેતા, મોરબીના શ્રી પ્રશાંતભાઇ પારેખને મોઢ રત્ન એવોર્ડ આપીને સત્કારવામાં આવશે...

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી નવિનભાઇ ગાંધી, માનદ મંત્રીશ્રી યોગેશભાઇ શાહ, ટ્રેઝરરશ્રી હરીશભાઇ પરીખ, પ્રોજેકટ ચેરમેન શ્રી અજીતભાઇ શાહ, પ્રસાર-પ્રચાર મિડિયા સેવા રાજકોટનાં શ્રી અશ્વિનભાઇ પટેલએ પુરી પાડેલ છે. તેમ માનદમંત્રી શ્રી યોગેશભાઇ શાહની યાદીમાં જણાવેલ છે

(3:52 pm IST)