Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ભોમેશ્વર વાડીમાં પાંચ માળનું બિલ્ડીંગ ભયગ્રસ્તઃ ટી.પી.માં ફરિયાદ

રાજકોટઃ ભોમેશ્વરવાડી શેરી નં.રમાં રક્ષિત એપાર્ટમેન્ટમાં રહેતા રોશનબેન જાદવ, મુસ્તાકભાઇ જાદવે ટાઉન પ્લાનીંગ ઓફીસરને તેઓનું કાયદેસરની પરવાનગીવાળા પાંચ માળનાં બિલ્ડીંગ અડો-અડ હુશેનભાઇ ભારમલ નામના વ્યકિતએ બાંધકામ શરૂ કરેલ છે પરંતુ નિયમોને નેવે મૂકી આ બાંધકામ શરૂ કરાયુ હોઇ પાંચ માળનું બિલ્ડીંગ ભયગ્રસ્ત થયાની ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવાયુ છે કે આ પ્રકારે નિયમ વગરનાં બાંધકામથી બિલ્ડીંગમાં તિરાડો પડી છે અને બિલ્ડીંગ જોખમી બન્યુ છે ત્યારે તાત્કાલીક આ નિયમ વિરૂધ્ધ થઇ રહેલ બાંધકામ અટકાવવા યોગ્ય પગલા લેવા ફરિયાદીઓએ રજૂઆત કરી છે. તસ્વીરમાં ભયગ્રસ્ત બનેલ પાંચ માળનું બિલ્ડીંગ અને તેને અડો-અડ ઉંડા ખાડા ખોદીને શરૂ થયેલ બાંધકામ તેમજ તેના કારણે બિલ્ડીંગમાં પડી ગયેલી તિરાડો વગેરે દર્શાય છે. આ ફોટોગ્રાફ સહીત ટી.પી.ઓને રજુઆત કરાઇ છે.

(4:00 pm IST)