Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવારના દિવ્યાંગોના હસ્તે ધ્વજવંદનઃ શ્રીયજ્ઞ

કુળદેવી શ્રી ક્ષિરજામ્બા માતાજીની ભાવ વંદના કરાશેઃ જ્ઞાતિજનોને ઉમટી પડવા હાકલ :ટીમ બાજ મહાકુંભ દ્વારા ર૬ મી જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની અનોખી ઉજવણીઃ બાજ બિઝનેસ એકઝીબીશન, નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ, દિવ્યાંગ સંમેલન, રકતદાન કેમ્પ તથા મહાપ્રસાદ-જ્ઞાતિભોજનનું ભવ્ય આયોજન

અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી  શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ટીમ બાજ મહાકુંભના કૌશીકભાઇ દવે, ભદ્રેશભાઇ મહેતા, પ્રશાંતભાઇ દવે, દિવ્યેનભાઇ દવે, પલકભાઇ દવે, વર્ષાબેન વ્યાસ, પરમવીરભાઇ દવે, શિવકુમારભાઇ વ્યાસ તથા અકિલાના પત્રકાર તુષાર એમ. ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ,૨૧ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર માટે ટીમ બાજ મહાકુંભ દ્વારા સપ્તક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંગે અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ટીમ બાજ મહા કુંભના આયોજકોએ વિગતો વર્ણવી હતી.

આયોજકોએ જણાવ્યું હતું કે, તા.ર૬મી જાન્યુઆરીએ  સવારે ૭ વાગ્યાથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળા બ્રાહ્મણ પરિવારની નવી વાડી બાજ નારણજી તીર્થ, કાલાવડ રોડ, ઇસ્કોન મંદિરથી આગળ, રાજકોટ ખાતે  વિવિધ કાર્યક્રમો યોજાશે.

સપ્તક કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના ૭ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિતે બાજ ધ્વજવંદન, કુળદેવી ક્ષિરજામ્બા માતાજીનો શ્રીયજ્ઞ, બાજ બીઝનેશ એકઝીબીશન, નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, બાજ દિવ્યાંગ સંમેલન, રકતદાન કેમ્પ તથા મહાપ્રસાદ-જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ટીમ બાજ મહાકુંભ દ્વારા તા. ૨૬ જાન્યુઆરીને રવિવારે સવારે ૭.૩૦ વાગ્યે માં ક્ષિરજામ્બાનું પૂજન-અર્ચન, સવારે ૮ વાગ્યે શ્રીયજ્ઞનો  પ્રારંભ, ૧૦ વાગ્યે દિવ્યાંગ જ્ઞાતિજનોના હસ્તે ધ્વજવંદન, ૧૦.૩૦ વાગ્યે ફળાહાર-અલ્પાહાર, સવારે ૧૦ થી ૧ બાજ બીજનેશ એકઝીબીશન-૨૦૨૦, બપોરે ૧૧ વાગ્યે બાજ દિવ્યાંગ સંમેલન અંતર્ગત ઉપસ્થિત દિવ્યાંગ જ્ઞાતિજનોને સ્મૃતિ ચિન્હ અર્પણ કાર્યક્રમ, બપોરે ૧ વાગ્યે શ્રીયજ્ઞની પૂર્ણાહુતિ અને માં ક્ષિરજામ્બાની મહાઆરતી તથા બપોરે ૧.૩૦ વાગ્યે મહાપ્રસાદ-જ્ઞાતિભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

બાજ મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે બાજ બીજનેશ એકઝીબીશનમાં બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવારના બહેનો વિનામૂલ્યે ભાગ લઈ શકશે.

નિઃશુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પમાં સાવરકુંડલાના બલભદ્રભાઈ સુધીરભાઈ મહેતા સેવા આપશે.

શ્રીયજ્ઞમાં યજમાન બનવા માંગતા જ્ઞાતિજનો મુખ્ય યજમાન તરીકે રૂ. ૨૧૦૦૦, સહયજમાન તરીકે રૂ. ૧૧૦૦૦ અને અન્ય યજમાન તરીકે રૂ. ૩૧૦૦નું અનુદાન આપીને યજમાન બની શકશે.

જ્ઞાતિજનોને આ સપ્તક કાર્યક્રમમાં જોડાવા માટે ટીમ બાજ મહાકુંભ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ બાજ મહાકુંભ દ્વારા તાજેતરમાં રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેને જ્ઞાતિજનોએ ખૂબ જ બિરદાવ્યુ હતુ, ત્યાર બાદ હવે ટીમ બાજ મહાકુંભ દ્વારા બાજ સપ્તક નામના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ પરિવારના જ્ઞાતિજનોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે.

વધુ વિગત માટે કૌશિકભાઈ દવે મો. ૯૮૭૯૧ ૮૯૫૨૯, હિતેશભાઈ વ્યાસ મો. ૯૯૯૮૯ ૭૦૫૬૫, જીજ્ઞેશભાઈ દવે મો. ૯૪૨૮૨ ૫૪૭૦૨, દિવ્યેનભાઈ દવે મો. ૯૮૭૯૮ ૭૮૦૮૫, લલિતભાઈ દવે મો. ૯૪૨૬૧ ૨૫૭૪૭, કમલેશભાઈ જોશી મો. ૬૩૫૧૩ ૩૩૩૧૦, હીનાબેન મહેતા મો. ૯૬૬૪૯ ૧૭૭૮૫, ધર્મેશભાઈ દવે મો. ૮૫૩૦૪ ૯૦૦૫૧, નિશાંતભાઈ દવે મો. ૯૯૧૩૪ ૪૩૪૨૯, બિપીનભાઈ ડણાક મો. ૯૯૨૫૧ ૨૮૮૧૦, પ્રણવભાઈ દવે મો. ૯૭૩૭૩ ૧૧૦૮૨, વિપુલભાઈ વ્યાસ મો. ૯૩૭૪૧ ૨૭૪૦૫, ઋષિકેશભાઈ વ્યાસ મો. ૯૯૦૪૨ ૨૪૪૧૮, ભદ્રેશભાઇ મહેતા મો.૯૮૭૯૩ ૩રપ૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

અકિલા કાર્યાલય ખાતે ટીમ બાજ મહાકુંભના કૌશીકભાઇ દવે, પ્રશાંતભાઇ દવે, દિવ્યેનભાઇ દવે, ભદ્રેશભાઇ મહેતા, પલકભાઇ દવે, પરમવીરભાઇ દવે, વર્ષાબેન વ્યાસ, શિવકુમારભાઇ વ્યાસ ઉપસ્થિત રહયા હતા.

સપ્તક કાર્યક્રમના આગલા દિવસે સફાઇ અભિયાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર માટે ટીમ બાજ મહાકુંભ દ્વારા પ્રજાસતાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવશે આ માટે તડામાર તૈયારી થઇ રહી છે.

ત્યારે તા.ર૬ મી જાન્યુઆરીના આગલા દિવસે રપ મી જાન્યુઆરીએ સાંજે નવી વાડી બાજ નારણજી તીર્થ, કાલાવડ રોડ, ઇસ્કોન મંદિરથી આગળ, રાજકોટ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાશે. જેમાં જ્ઞાતિજનોના યુવાનોને ઉમટી પડવા હાકલ કરાઇ છે.

(4:43 pm IST)