Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મેરા નામ.. ચીં.. ચીં.. ચીં.. : પુકારતા ચલા હું મૈં....

૨૪મીએ 'સુરો કી સલામી'માં ગુંજશે યાદગાર ગીતો

રાત્રે ૯ વાગ્યે વિરાણી હાઇસ્કુલના મેદાન ખાતે કાર્યક્રમઃ કવિતા મૂર્તિ, બેલા સુલેખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત સહિતનાં બોલીવૂડનાં ગાયકો શહેરીજનોને ડોલાવશે

કાર્યક્રમનું રિહર્સલઃ સુરોકી સલામી કાર્યક્રમમાં કોઇ કચાશ ન રહે તે માટે કલાકારોએ તમામ ૫૦ મ્યુઝિશ્યન ઓરકેસ્ટ્રા અને ગાયક કલાકારોએ મુંબઇ ખાતે રિહર્સલ કર્યુ હતુ તે વખતની તસ્વીરો આ તકે રાજકોટ મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય સમિતીનાં ચેરમેન જયમીન ઠાકરે પણ ઉપસ્થિત રહીને જરૂરી સુચનો કર્યા હતા.

રાજકોટ, તા. ર૧: આગામી ર૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ર૯મી જાન્યુઆરીએ બોલીવુડના પ૦ મ્યુઝિયમન્સ સાથે લાઇવ જૂના ગીતોનો 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કવિતા મૂર્તિ, બેલા સુલેખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત સહિતનાં  બોલીવૂડનાં ગાયક જુના ગીતો રજૂ કરી રાજકોટની રંગીલી જનતાને ડોલાવશે. જેમાં લેજન્ડ સીંગરો મહમદ રફી, કીશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે વગેરેનાં કર્ણપ્રીય ગોતો રજૂ કરશે.

આ કાર્યક્રમાં પ૦ જેટલા મ્યુઝીશ્યનનો અલગ અલગ વાજીંત્રો સાથે લાઇવ પર્ફોમન્સ કરશે. જે આ કાર્યક્રમનું અનેરૂ આકર્ષણ બની રહેશે. મ્યુઝિક એરેન્જર સંજય મરાઠે આ મ્યુઝીક ઓરકેસ્ટ્રાનું ડિરેકશન કરશે.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર એક યાદીમાં જણાવે છે કે, ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૪ના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે જુના ગીતોનો 'સુરીલી શામ રાષ્ટ્ર કે નામ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનુ ઉદદ્યાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે.

આ કાર્યક્રમમાં બોલીવૂડ સિંગર મનીષા કરંદીકર, કવિતા મૂર્તિ, બેલા સુલેખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંત જુના ગીતોની રમઝટ બોલાવશે.ટુંકો પરિચય આ મુજબ છે.

આનંદ વિનોદઃ આ કાર્યકમમાં વિવિધ ગીતો રજુ કરનાર સિંગર આનંદ વિનોદ સને ૧૯૯૯ થી મેઘદુત રંજન કેન્દ્ર, વડોદરા થી પોતાની સિંગિંગ કારકિર્દીનો પ્રારંભ કરેલો. અને જુના મેલોડિયસ ગીત માટે તેઓ વિખ્યાત છે. બોલીવૂડના વિખ્યાત સંગીતકારો અનીલ બિસ્વાસ, નૌશાદજી, ખૈયામ, રવિન્દ્ર જૈન, રવિ સહિતના મહાનુભાવો સાથે ગીત ગાયેલ છે. દેશ-વિદેશમાં તેઓએ ૧,૫૦૦ થી વધુ સ્ટેજ શો કરેલ છે. તેઓ લીજેન્ડરી સિંગર કિશોર કુમારના ગીતો માટે ખુબ જ જાણીતા છે.

સંજય સાવંતઃએક સિંગર સંજય સાવંત પણ દેશ-વિદેશમાં ૧,૫૦૦ થી વધુ સ્ટેજ કાર્યક્રમ આપેલા છે. ૨ દાયકાનો સિંગિંગ અનુભવ ધરાવતા સંજય સાવંત હિન્દી, મરાઠી, ગુજરાતીમાં ગીતો ગાય છે. તેમનું રીમીકસ મ્યુઝિક આલ્બમ ઓઢણી ઉડ ઉડ જાયે (બેબી બોકસ મિકસ) સા રે ગ મા દ્વારા ૨૦૦૪માં રીલીઝ કરાયું હતું.

આ ઉપરાંત કે.એલ. સાયગલ જેના લીજેન્ડરી સિંગરના ગીતો ગાતા નિતાંત યાદવ પંકજ મુલીકના ગીતો પણ રજુ કરશે. તેમજ અન્ય કલાકારો જુના યાદગાર ગીતો રજુ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરશે.  જુના ગીતના આ શાનદાર કાર્યક્રમમાં એન્કર તરીકે વિખ્યાત મોડેલ અભિનેત્રી હેમાલી સેજપાલ અને મનીષા કરંદીકર રહેશે. આ કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓને ઉમટી પડવા મેયર સહિત પદાધિકારીઓનો અનુરોધ છે.

(4:02 pm IST)