Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

અશ્વ શો માં નાની વયનો જયકુમાર છવાય ગયો

રાજકોટ  : રાજયકક્ષાના ૭૧માં પ્રજાસતાક દીન ૨૬ જાન્યુઆરી ઉજવણી નિમીતે જીલ્લા વહીવટીતંત્ર, રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમજ ટેકનીકલ સહયોગ કાઠીયાવડી હોર્સ બ્રિડર્સ એસોસીએશન ગુજરાત દ્વારા અશ્વ રમતોત્સવ ૨૦૨૦નું આયોજન થયું હતું. જેમાં સોૈથી નાની વયના યુવા અશ્વ સવાર શ્રી જયકુમાર ચેતનભાઇ વ્યાસ આકર્ષણનું કેન્દ્ર બની રહયા. તેઓએ બેરલરેસ, ગરો લેવો, મટકી ફોડ, જેવી દરેક રમતમાં ભાગ લઇ પોતાની ઘોડેસવારીથી સાહસ અને શોર્યનું પ્રદર્શન કર્યુ હતું. આદશૃ ગુરૂ આર.ડી.ઝાલા તેમજ માઉન્ટેડ યુનીટના ગુરૂ બી.એસ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ તાલીમ લીધી હોવાનું જયકુમારે જણાવ્યું છે. જયકુમારના વિશ્    વાસ અને મનોબળને મજબુત કરવા આર.ડી.ઝાલા, હોર્સ રાઇડીંગ કલબના સીનીયર રાઇડરો રીતેશભાઇ પંડયા, પુર્વેશ ટીંબડીયા, આશીબા પરમાર, અમીત પટેલ, હરીશભાઇ રાણપરા, પ્રવીણ શીંગાળા, વીરેન્દ્રસિંહ જાડેજા, બીપીન ચોૈહાણ, યોગેશભાઇ બાલાશરા, નીલેશ પટેલ, શૈલેષ હરસોડા, અર્જુનસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહયા હતા. તેઓને કલેકટર રામ્યા મોહનજી IAS તથા બલરામ મીણા સાહેબ IPS દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:58 pm IST)