Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જેઇઇ મેઇનની પરીક્ષામાં એલનના ૩ વિદ્યાર્થીઓને ૧૦૦ પરસેન્ટાઇલ : ૧૦ રાજ્યોમાં ટોપર

એલન રાજકોટના વિદ્યાર્થી મંત્રા ત્રાંબડીયાએ ૯૯.૯૯ પરસેન્ટાઇલ, ૧૧ વિદ્યાર્થીઓને ૯૯ પરસેન્ટાઇલથી ઉપર સ્કોર

રાજકોટ : નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એન.ટી.એ.) દ્વારા દેશની સૌથી મોટી એન્જીનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન જાન્યુઆરી-૨૦૨૦ પરિણામ જાહેર થયા છે. પરિણામોમાં ૧૦૦ પરસેન્ટાઇલ પ્રાપ્ત કરવાવાળા ૯ વિદ્યાર્થીઓની સાથે સાથે રાજ્યના ટોપર્સ પણ જાહેર કરવામાં આવતા એલન કેરિયર ઇન્સ્ટિટયૂટએ એકવાર ફરીથી શ્રેષ્ઠતા સાબિત કરી છે. એલનના ડિરેકટર શ્રી બૃજેશ માહેશ્વરીએ જણાવ્યું કે, ૧૦૦ પરસેન્ટાઇલ પ્રાપ્ત કરવાવાળા ૯ વિદ્યાર્થીઓમાં એલન કેરિયર ઇન્સ્ટિટયૂટના ૩ વિદ્યાર્થીઓ અખિલ જૈન, પાર્થ દ્વિવેદી અને નિશાંત અગ્રવાલ છે. આમાંથી અખિલ જૈન અને પાર્થ દ્વિવેદી કલાસરૂમ કોચિંગ તથા નિશાંત અગ્રવાલ ડિસ્ટન્સ લર્નિંગથી એલન સાથે જોડાયેલા છે. આ સિવાય ૧૦ રાજ્યોમાં એલન કેરિયર ઇન્સ્ટિટયૂટએ ટોપ કર્યું છે. એલન રાજકોટના સેન્ટર હેડ રજનીશ શ્રીવાસ્તવએ જણાવ્યું કે સંસ્થા રેગ્યુલર કલાસરૂમ સ્ટુડન્ટ મંત્રા ત્રાંબડીયાએ ૯૯.૯૯ પરસેન્ટાઇલ બીઇ-બીટેક માટેની આ પરીક્ષામાં ૯ લાખ ૨૧ હજાર ૨૬૧ વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા. જેમાંથી ૮ લાખ ૬૯ હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. રાજસ્થાનના પાર્થ દ્વિવેદીએ ૧૦૦ પરસેન્ટાઇલ પ્રાપ્ત કરી રાજસ્થાનમાં ટોપ કર્યું છે. એલન કેરિયર ઇન્સ્ટીટયૂટમાં પાર્થ છેલ્લા ૨ વર્ષથી અભ્યાસ કરે છે. આ ઉપરાંત પાર્થ કે.વી.પી.વાય.માં ભારતભરમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરી ચૂકયો છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી, ફિઝીકસ અને કેમિસ્ટ્રી ઓલમ્પિયાડનું ફર્સ્ટ સ્ટેજ કિલયર કરી લીધું છે. તેનું આગલું લક્ષ્ય જેઇઇ એડવાન્સ ક્રેક કરી આઇઆઇટી મુંબઇની સીએસ બ્રાન્ચમાં એડમિશન લેવાનું છે. કોટાના નિવાસી અખિલ જૈનએ ૧૦૦ પરસેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. અખિલ ધોરણ ૬થી એલનનો વિદ્યાર્થી છે અને આ પહેલા આઇ.જે.એસ.ઓ. ૨૦૧૭માં દેશ માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકયો છે. આ ઉપરાંત કે.વી.પી.વાય.માં ફેલોશીપ મેળવી ચૂકયો છે. ઇન્સ્ટિટયૂટના ટીચર્સની ગાઇડલાઇનને અનુસરી પરીક્ષાની તૈયારી કરી હતી. આ બંને વિદ્યાર્થીએ સફળતાનો શ્રેય એલન કેરીયરને આપેલ છે.

(3:58 pm IST)