Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આઇશ્રી પીઠડ માતાજીના જન્મોત્સવ નિમિતે ૩૦મીએ શાપરમાં લોકડાયરો

રાજકોટઃ સમસ્ત ચારણ ગઢવી સમાજ-શાપર (વેરાવળ) દ્વારા આયોજીત શ્રી આઇશ્રી પીઠડ મા ના જન્મોત્સવ નિમિતે તા.૩૦ને ગુરૂવારના રોજ વસંત પંચમીએ ભવ્ય લોક ડાયરો રાત્રે ૯:૩૦ વાગ્યાથી યોજાયેલ છે. જેમાં કલાકારો હકાભાઇ ગઢવી, બાબભા ગઢવી (નૈયા), ખીમજીભાઇ ભરવાડ, ઉમેશભાઇ ગઢવી, શેખર ગઢવી જમાવટ કરશે.

સ્થળઃ શિતળા મંદિર કિશાન સિમેન્ટ ગેઇટ, પાવર હાઉસની બાજુમાં શાપર (વેરાવળ), રાજકોટ વધુ માહિતી માટે ધનરાજભાઇ ગઢવી મો.૯૯૭૮૮૧૮૧૩૮, લખાભાઇ ગઢવી મો.૯૯૨૪૭૬૨૬૩૭, સોમરાજ ગઢવી મો.૯૬૬૨૨૨૨૬૮૯ નો સંપર્ક કરવો.

આયોજનને સફળ બનાવવા આઇશ્રી પીઠડ ચારણ યુવક મંડળ (શાપર-વેરાવળ)ના લખાભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, સોમરાજભાઇ ગઢવી, રાદેવ ગઢવી, ચનાભાઇ ગઢવી, પ્રકાશભાઇ ગઢવી, શાંતીભા રતન જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)