Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ઘાટકોપર રાજાવાડી જૈન સંઘમાં પૂ. હિરાબાઇ મ.સ.ની દીક્ષા-જન્મ જયંતિ તપ-જપ-ત્યાગથી ઉજવાઇ

પૂ.ભારતીબાઇ મ.ના સુમંગલ સાંનિધ્યમાં : ૭૦ લોગ્સસનો કાઉસ્સગ્ગઃ આગામી આયંબીલ ઓળી તથા ચાતુર્માસની ઘોષણા

રાજકોટઃ તા.૨૧, ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આચાર્ય ગુરુ ભગવંત પૂ. જશાજી સ્વામી કવિયત્રી પૂ. ઝવેર - સમય - પ્રભા ગુરૂણી ભગવંતના કૃપાપાત્ર સુશિષ્યા ૭૦ વર્ષિય સુદીર્દ્ય દીક્ષા પયયિધારી શાસનચંદ્રિકા પૂ. હીરાબાઈ મ. ના સુશિષ્યા તપસ્વીરત્ના પૂ. ભારતીબાઈ મ. પ્રવચન પ્રભાવિકા, ડો. પૂ. સોનલબાઈ મ. નૂતન દીક્ષિત પૂ. રત્નજયોતજી મ. ના સુમંગલ સાંનિધ્યમાં મુંબઈ દ્યાટકોપર રાજાવાડી વર્ધમાન સ્થા. જૈન સંદ્યમાં તીર્થ સ્વરૂપા ગુરૂણીમૈયા પૂ. હીરાબાઈ મ. ની ૭૦ મી દીક્ષા જયંતિ અને ૮૮ માં જન્મ દિવસની સાથો સાથ તપસ્વીરત્ના પૂ. ભારતીબાઈ મ. ની ૪૧ મી અને નૂતન દીક્ષિત પૂ. રત્નજયોતિજી મ. ની પ્રથમ દીક્ષા જયંતિ અનેરા આનંદ હર્ષોલ્લાસ પૂર્વક તપ-જપ-ત્યાગની ભકિત ભાવના સાથે ઉજવાઈ હતી. તેમજ સંદ્ય પ્રમખ  ચંદ્રકાન્તભાઈ અજમેરાના ૮ર માં જન્મ દિવસ પ્રસંગે ડો. સોનલબાઈ મ. એ ગુરુઋણ ગુરુસ્મરણ પર અધ્યાત્મિક પ્રવચન દ્વારા શુભ ભાવના વ્યકત કરી હતી. સંદ્ય પ્રમુખ ચંદ્રકાન્ત અજમેરાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે નૂતનદીક્ષિત સાથે મહાસતીજી પધારવાથી અમારા શ્રી સંદ્યમા મિની ચાતર્માસ જેવો માહૌલ સજાર્યો છે. અનેક ઉદાર દિલાવર દાતાશ્રીઓ મનમુકીને લાભ લીધો જેમાં નલીનીબેન જયસુખભાઈ જશાણી એ ગૌતમ પ્રસાદ માં જયારે સેવાભાવી દાનેશ્વરી ભામીનીબેન મોદી, આશાબેન સુરેશભાઈ સંદ્યવીએ ત્રિરંગી સામાયિક જાપ અને સ્વ. જયવંતભાઈ જશાણીની માસિક પુણ્યતિથિ ઉપલક્ષે જશાણી પરિવારે આયંબિલ નો તથા નગીનભાઈ ચાભડીયા, મંગળાબેન નરેશભાઈ ચાભડીયા, હેમાલીબેન  મોદી, જયશ્રીબેન સંદ્યરાજકા, ઈન્દીરાબેન અજમેરા જેવા અનેક દાતાઓએ લાભ લીધો હતો. ગુરુણીમૈયા ૭૦મી દીક્ષા જયંતિના અવસરે ૭૦ લોગસ્સ ના કાઉસ્સગ્ગ ની આરાધના કરાવવામાં આવેલ જેમાં શ્રી સંદ્યના ૨૩૭ થી વધ્ૃ ભકિતવંત શ્રાવક ભાઈઓ, બહેનો, બાળકો જોડાયા હતા.

 પૂ. ભારતીબાઈ મ. આદિ ઠા.૩ ની આગામી ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ ઓળી શ્રી બોરીવલી સ્થા. જૈન સંદ્ય વેસ્ટમાં અને ચાતર્માસ શ્રી પવઈ સ્થા. જૈન સંદ્યમાં નક્કી થતા અને પ્રથમ વખત નૂતન દીક્ષિત ની પાવન પધરામણી થઈ રહેલ હોય બન્ને સંદ્યમાં આનંદ છવાઈ ગયેલ છે.  કાર્યક્રમનું સંચાલન નલીનીબેન જયસુખભાઇ જસાણીએ કરેલ.  શ્રી સંદ્યના ટ્રસ્ટીશ્રીઓ મહિલા મંડળ પત્રવધ્ મંડળ આરાધનામાં જોડાયા હતા. તેમ રાજાવાડી સ્થા. જૈન સંઘ  તથા ડોલરભાઈ કોઠારીની યાદી જણાવે છે.

(3:52 pm IST)