Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ગોપાલ નમકીન દ્વારા ફેબ્રુઆરીમાં સર્વજ્ઞાતીય સમુહલગ્નઃ પ૧ દિકરીઓને સાસરે વળાવશે

રાજકોટ તા. ર૧ :.. નમમકીન ક્ષેત્રે પ્રતિષ્ઠા ભર્યુ સ્થાન જમાવનાર ગોપાલ નમકીન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ૧ કન્યાઓનો સર્વેજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું તા. ૧ર-ર-ર૦ર૦ ને બુધવારના રોજ ગોપાલ ફાઉન્ડેશન રાજકોટ તથા શ્રી શિવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવેલ છે.

જીઆઇડીસી મેટોડા સ્થિત ગોપાલ નમકીનના વિશાળ પ્રાગણમાં આયોજીત આ લગ્ન અંગેનું ફોર્મનું વિતરણ કાર્ય ચાલુ  છે ફોર્મ મેળવવા ઉમેદગીરી આર. ગૌસ્વામી, માધાપર ચોકડી, રામપાર્ક સોસાયટી, રાજકોટ મો. ૯૭ર૭૯ ૬ર૩૭૧, મો. ૮૬૯૦૦ ૧પ૮૦૦, મો. ૯૯૦૪૧ ૯૭૯ર૩ ઉપર સંપર્ક કરી શકશે.

ફ્રાઇમ્સ અને નમકીન ક્ષેત્રે લોકચાહના મેળવનાર ગોપાલ નમકીનના આધ્યસ્થાપક સ્વ. વિઠ્ઠલભાઇ હિરભાઇ હદવાણીએ જીવનમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કરી છૂટવાની ભાવનાને સતત સાકાર કરવા અને તેઓએ દર્શાવેલ પથ પર ચાલવા ડાયરેકટર બિપીનભાઇ તથા પ્રફુલભાઇ સતત પ્રયત્નશીલ રહ્યા છે. આજે વટવૃક્ષ સમી બની રહેલ કંપની તરફથી ગરીબ તથા મધ્યમ વર્ગની કન્યાઓના ૧૪ માં સમુહલગ્નનું આયોજન કરી રહ્યા છે.

આ ઉપરાંત ગોપાલ નમકીન દ્વારા અનેક પ્રકારના સેવાકીય કાર્યક્રમો જેવા કે વ્યસન મૂકતી અભિયાન, જરૂરીયાતમંદનો હોસ્પિટલ ખર્ચ, મહત્તમ રોજગારી માટેના આયોજનો, બ્લડ ડોનેશન કેમ્પ તથા કુદરતી આપતીકાળ દરમિયાન જરૂરીયાતમંદોને ફુડ પેકેટનું વિતરણ અને અનેક સેવાકીય પ્રવૃતિઓ ગોપાલ નમકીન દ્વારા થઇ રહેલ છે. આ સમુહલગ્નમાં કોઇપણ પ્રકારની ફી કે ખર્ચ રાખવામાં આવેલ નથી. સંપુર્ણપણે નિઃશુલ્ક છે. જરૂરતમંદોએ લાભ લેવા વિશેષ અનુરોધ કરાયો છે.

(3:52 pm IST)