Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નાગેશ્વર બસ સ્ટોપ પાસેથી ૩.૨૪ લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

દૂધ સાગર રોડ પર રહેતાં મુળ ભોજપરાના મહમદશા શેખની ધરપકડઃ કુલ રૂ. ૮.૩૨ લાખનો મુદ્દામાલ કબ્જે કોન્સ. રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ ધાંધલ્યાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: ક્રાઇમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર નાગેશ્વરના બસ સ્ટોપ પાસેથી રૂ. ૩,૨૪,૦૦૦નો વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ વેન સાથે દૂધ સાગર રોડ પર આકાશદિપ સોસાયટી-૧૧માં રહેતાં મુળ ગોંડલના ભોજપરાના મહમદશા ગુલામશા શેખ (ઉ.૩૨)ને પકડી લઇ૧૦૮૦ બોટલ દારૂ, પાંચ લાખની બોલેરો, આઠ હજારનો ફોન મળી કુલ રૂ. ૮,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કોન્સ. રઘુવીરસિંહ વાળા અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાએ દારૂની બદ્દી નાબુદ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર સહિતની ટીમે આ કામગીરી કરી હતી. ઝડપાયેલો શખ્સ દારૂ કયાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. તસ્વીરમાં પી.આઇ. ગઢવી, પીએસઆઇ ધાખડા તથા ટીમ અને ઝડપાયેલો શખ્સ તથા દારૂ ભરેલી બોલેરો જોઇ શકાય છે.

(3:52 pm IST)