Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જંગી માત્રામાં ગાંજો રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૨૧: જંગી માત્રાના ગાંજાના ગુન્હા અંગે પકડાયેલ આરોપીને જામીન મુકત કરવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

આ કામની હકીકત એવી છે કે, અરડોઇ ગામની સિમમા એક વાડીમાંથી મુળ આરોપી ભરત ઉર્ફે તુરી રામજીભાઇ મેણીયા પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે જંગી માત્રામાં ગાંજો રાખેલ હોવાની બાતમી મળેલ હતી. જે અનુસંધાને પોલીસે દરોડો પાડીને આરોપીને પકડીને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધેલ હતો.

પોલીસ તપાસમા આ કામના અરજદાર આરોપીનું નામ ખુલતાં પોલીસે તેને મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરીને સ્પે.એન.ડી.પી.એસ.કોર્ટ રાજકોટ ખાતે રજુ કરતા આરોપીના ૫ દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા. રીમાન્ડ પુર્ણ થયા બાદ આરોપીને અદાલતે ન્યાયીક હિરાસતમાં જેલ હવાલે કરેલ હતો.

આરોપીએ જેલમાંથી છુટવા માટે રાજકોટની સેસન્સ અદાલતમાં જામીન અરજી ગુજારેલ હતી. જે જામીન અરજી અદાલતે નામંજુર કરેલ હતી. ત્યારબાદ આ કામના આરોપીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન પર છુટવા માટે અરજી કરેલ હતી. જે અરજીની સુનાવણી વખતે આરોપી તરફે એવી દલીલો કરવામાં આવી હતી કે અમો અરજદાર પાસેથી કોઇપણ જાતના માલની રિકવરી ડિસ્કવરી કરવામાં આવેલ નથી અને રીઢા ગુન્હેગાર દ્વારા ખોટી રીતે નામ આપવાથી આરોપીને ખોટી રીતે સંડોવી દિધેલ છે. જે હકીકતોને ધ્યાને લઇન ગુજરાત હાઇકોર્ટે આરોપી અરજદારને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામે રતન પ્રતાપ ભોય વતી ધારાશાસ્ત્રી જાહિદ એન હિંગોરા અને રાહુલ બી સોરીયા તથા હાઇકોર્ટમાં એ.વાય.સૈયદ રોકાયેલા હતા.

(3:51 pm IST)