Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ચકલા-પોપટના ચિત્રો પર જૂગાર : રૂ. ૨૯ હજાર સાથે ૪ પકડાયા

આંબેડકરનગર સર્કલ પાસે તાલુકા પોલીસનો દરોડો

રાજકોટ તા. ૨૧: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર સર્કલ પાસે ડિલકસ પાન નજીક ચકલા-પોપટના ચિત્રો પર જૂગાર રમતાં ચાર શખ્સો વાલજી ઉર્ફ વાલો ભલાભાઇ ગોહેલ (ઉ.૪૭-રહે. આંબેડકરનગર-૫), અશોક રામજીભાઇ વેગડા (ઉ.૨૮-રહે. આંબેડકરનગર-૧૧), સાલમ સુલેમાનભાઇ કથીરી (ઉ.૪૧-રહે. ગાંધીગ્રામ-૭) અને જયેશ રતિલાલ લહેરૂ  (ઉ.૪૭-રહે. ખોડિયારનગર-૧૮, ગોવર્ધન ચોક)ને તાલુકા પોલીસે પકડી લઇરૂ. ૨૯ હજાર રોકડા અને ચકલા-પોપટના ચિત્રવાળુ પોસ્ટર કબ્જે કર્યુ હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના હેઠળ પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ જી.એસ. ગઢવી, કોન્સ. જેૈમીન પીપળવા, રૂપેશ પટેલ અને હિતેષ મુછળીયાએ કામગીરી કરી હતી.

(3:51 pm IST)