Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ધોકા-પાઇપ વડે હુમલો કરી મારકુટના ગુનામાં પકડાયેલ આરોપીઓનો છૂટકારો

રાજકોટ તા. ર૧: મારકુટના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે, આરોપીઓ (૧) અશ્વિન રામજી વાણીયા (ર) જીગ્નેશભાઇ અશ્વીનભાઇ વાણીયા (૩) રાહુલભાઇ અશ્વીનભાઇ વાણીયા વિરૂધ્ધ ફરીયાદી મનોજભાઇ જીવાભાઇ પરમારે રૈયા ધાર સ્લમ કવાર્ટરની બાજુમાં ફરીયાદીના ઘર પાસે ત્રણેય આરોપીઓએ ગાળો આપી, ઝપાઝપી કરી, નાની મોટી મુંઢ ઇજાઓ કરી, લાકડાનો ધોકો તથા પાઇપ વડે મારામારી તેમજ મુંઢ ઇજાઓ કરીએકબીજાને મદદગારી કરીપોલીસ કમીશનર સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે તે મતલબની ફરીયાદ આઇ.પી.સી. કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૧૩પ(૧) મુજબ ગાંધીગ્રામ-ર, યુનિ. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.

સદરહું કામમાં સમગ્ર પુરાવો લેવામાં આવેલ તેમાં આક્ષેપિત ગુનાના તત્વો ફરીયાદ પક્ષ રેકર્ડ પર લાવી શકેલા નહિં કે તમામ લેખીત તથા મૌખીક પુરાવાઓમાં આરોપીઓની સીધી કે આડકતરી ગુનાના કામે સંડોવણી પુરવાર કરવામાં આવેલ નહીં ફરીયાદ મુજબની હકીકતો સમગ્ર કેસ ચાલતા ફરીયાદ પક્ષે આક્ષેપીત ગુના સંદર્ભે સમર્થન કરતા ન હોય કે કોઇપણ પ્રકારની ગુનાના કામે સંડોવણી પુરાવા વડે પુરવાર થઇ શકી નથી. આવી રીતે રેકર્ડની હકીકતો, રજુ થયેલા પુરાવા અને ફરીયાદ પક્ષે તેમજ આરોપી તરફે દલીલો ધ્યાને લેતા ફરીયાદ પક્ષ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરવામાં તદ્દન નિષ્ફળ ગયેલ હોય જેથી ત્રણેય આરોપીઓને ભારતીય દંડ સંહીતાની કલમ ૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૧૩પ(૧) મુજબના ગુના સબબ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી ધારાશાસ્ત્રી શ્રી હેમલ બી. ગોહેલ રોકાયેલ હતા.

(3:50 pm IST)