Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

યે દેશ હે વીર જવાનો કા...: ગીતાબેન રબારીના ડાયરામાં દેશ ભકિત ગીત - લોકગીતો - ભજનોની જમાવટ

મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયાની ઉપસ્થિતિ

રાજકોટ : ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ - ૨૦૨૦ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ શહેર ખાતે થઈ રહી છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના શહેરીજનો માટે ઈસ્ટ ઝોન ખાતે ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ. જેમા ગીતાબેને દેશ ભકિત ગીતો, લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા.

આ પ્રસંગે અરવિંદભાઈઙ્ગ રૈયાણી – ધારાસભ્યશ્રી, અશ્વિનભાઈ મોલીયા - ડે. મેયર, રાજકોટ મ્યુ.કો., કિશોરભાઈ રાઠોડ - મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ., દલસુખભાઈ જાગાણી - નેતાશ્રી શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો., શ્રી અજયભાઈ પરમાર – દંડક, શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો., આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, વોર્ડ અગ્રણીય સી. ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, અશોકભાઈ લુણાગરિયા, દિલીપભાઈ લુણાગરિયા, ઘનશ્યામભાઈ કુંગશીયા, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, સંજયભાઈ ગોસ્વામી, દીપકભાઈ પનારા, સંજયભાઈ ચાવડા, ભરતભાઈ લીંબાસીયા, કાનાભાઈ ડંડૈયા, કલ્પનાબેન કિયાડા, કંકુબેન ઉધરેજા, રસીલાબેન, અરવિંદભાઈ ભેસાણીયા, મનસુખભાઈ જાદવ, નીલેશભાઈ ખુંટ તથા બહોળી સંખ્યામાં વિસ્તારના અગ્રણીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ કરેલ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા તથા કોર્પોરેટર દેવુબેન જાદવે કરેલ.  આ કાર્યક્રમની આભારવિધિ નેતાશ્રી શાસક પક્ષ દલસુખભાઈ જાગાણીએ કરેલ. તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓએ આ લોકડાયરાનો આનંદ માણેલ.

(3:48 pm IST)