Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલમાં સ્ટોલનો ડ્રો થયો

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સંયુકત ઉપક્રમે આયોજિત સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો શુભારંભ આગામી રપ થી ર૯ જાન્યઅુારી, ર૦ર૦ દરમિયાન શહેરનાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ખાતે થશે. જેમાં દરરોજ બપોર થી સાંજે પ દરમિયાન શબ્દ સંવાદ યોજાઇ રહેલ છે. જે અંતર્ગત રપ જાન્યુઆરીના રોજ આર. જે. દેવકી કિચન poems ની વાતો ભાગ્યેશ ઝા જીવન : ખોજ અને મોજ : તા. ર૬ મી જાન્યુઆરીએ ડો. શરદ ઠાકર સિંહ પુરૂષ,  વીર સાવરકરજી જયારે શ્રી હર્ષલ પુષ્કર્ણા દેશનો સૈનિ, મારો સુપરહીરો વિષય પર સંવાદ કરશે. આ ઉપરાંત ર૭ જાન્યુઆરીના રોજ સોશ્યિલ મીડિયા, સાથીદાર કે ભાગીદાર પર શૈલેષ સગપરિયા, સુગમ સંગીત : સુર શબ્દનું સહિયારૃં વિષય પર તુષા શુકલ અને ર૮ મી જાન્યુ. ના દિવસે કટાર લેખન કલ આજ ઔર કલ પર કૃષ્ણકાંત ઉનડકટ, શ્રીમતી જયોતિ ઉનડકટ અને આશુ પટેલ ચર્ચા કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ માટે ગત કાલ સ્ટોલની પસંદગી માટેનો કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં ગુજરાત સહિત દેશનાં ૮૦ થી વધુનામી પ્રકાશકો ખાસ ઉપસ્થિત રહ્યા. મેન્યુઅલી તેમજ કમ્પ્યુટરરાઇઝડ સિસ્ટમ થકી તમામ પબ્લીશર્સને ડ્રોસિસ્ટમ વડે સ્ટોલની ફાળવણી થયા તેમને મોબાઇલ એપ્લિકેશન અને ઇ-મેઇલની મદદ વડે કન્ફ્રર્મેશન અપાયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નિલેષભાઇ સોની તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નરેન્દ્રભાઇ આરદેસણાની ખાસ ઉપસ્થિતિ રહી.

(3:47 pm IST)