Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વોર્ડનં. ૭ કિશોરસિંહજી સ્કૂલમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ

અહિંના વોર્ડ નં. ૭ માં આવેલ કિશોરસિંહજી સ્કુલ ખાતે રૂ. ૪ લાખના ખર્ચે પેંવીગ બ્લોકના કામનો પ્રાંરભ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખની ઉપસ્થિતિમાં અને વોર્ડના સીનીયર કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, હીરલબેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે વોર્ડપ્રમુખ રમેશભાઇ દામોડીયા, મહામંત્રી આનીલ લીંબડ, નીખીલ મહેતા તેમજ પુનીતાબેન પારેખ, રંજનબેન જેઠવા, જ્યોત્સનાબેન રાઘવાણી, જ્યોતીબેન ભટ્ટ, કોમલબેન કારીયા, માલોતીબેન સેજપાલ, વનીતાબેન દક્ષીણી, કીર્તીભાઇ રાવલ, જીતુભાઇ વાધેલા, ભરતભાઇ ગમારા, પ્રવીણ ચાવડા, નીકુંજ વૈદ્ય, ઇશ્વરભાઇ જીતીયા, ચેતન મહેતા, રાજુભાઇ ચાવડા, જોહર કપાસી, દીનેશભાઇ સોલંકી, જગદીશ ચૌહાણ, ભરતભાઇ તન્ના, રજાકભાઇ અગવાન, રાજુભાઇ મહેતા, બીપીન જાવીયા, રાકેશભાઇ, મેહુલભાઇ ગોહેલ, વિજયભાઇ સપોડીયા, મનીષભાઇ ચંદીરામાણી, વિશાલ જાદવ, અશોકભાઇ ઝરીયા, કિશોરભાઇ પરસાણા, ધર્મેન્દ્ર ઠાકુર સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:47 pm IST)