Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વોર્ડ નં.૧૦માં આરોગ્ય કેન્દ્ર ફાળવો : રજુઆત

આગામી બજેટમાં આ સુવિધાનો સમાવેશ કરવા કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા દ્વારા મ્યુ.કમિશનરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ર૧ : મ્યુ.કોર્પોરેશન આગામી બજેટમાં વોર્ડ નં.૧૦માં આરોગ્ય કેન્દ્ર ફાળવવા કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા દ્વારા મ્યુ.કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે.

આ અંગે મનસુખભાઇને  પાઠવેલ પત્રમાં જણવ્યું હતું. કે વોર્ડ નં.૧૦માં જયભીમનગર આંબે ઠકકરનગર વામ્બે આવાસ યોજના તથા સમૃધ્ધિનગર આવાસ કવાર્ટસ પુષ્કરધામ રોડ ઉપરની આવાસ યોજનાના કવાટર્સ ભગતસિંહ ગાર્ડન પાછળ હા.બોર્ડના કવાટર્સ તથા વિમલનગર, રૂરલ હા.બોર્ડ, સદ્દગુરૂનગર, પુષ્કરધામ -ફલેટસ જેવા વિસ્તારોમાં મધ્યમ વર્ગના પરિવારો રહે છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાંં મોટામવા, મુંજકા સહિતના વોર્ડનં.૧૦ ને લગત વિસ્તારો પણ મનપામાં જોડાવાના છે. જેમાં પણ મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરે છે. આ બાબતોને ધ્યાને લઇ વોર્ડ નં.૧૦માં કાલાવડ  રોડ, યુનિવર્સિટી રોડની આસપાસના વિસ્તારમાં મનપાના આરોગ્ય કેન્દ્રની ખાસ જરૂરીયાત છે. મનપાના અન્ય કેન્દ્રો આ વિસ્તારોથી દુર પડે છે. મનપાના આગામી બજેટમાં આરોગ્ય કેન્દ્ર ફાળવવા માંગ કરવામાં આવી છે.

(3:43 pm IST)