Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

બાળકો માટે શેરી રમતોઃ ટાયર દોડ,લીંબુ ચમચી, કોથળા દોડ હરીફાઈ

રાજકોટઃ લક્ષ્ય સ્કૂલ- રાજકોટ અને નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે શેરી રમત સ્પર્ધાનું આયોજન બાપા સીતારામ ચોક- મવડી (રાજકોટ) ખાતે કરેલ, જેમાં ૩૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ ૨ થી ૬ અને ધોરણ ૭ થી ૯ વિદ્યાર્થીનીઓ- વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાઓ લંગડી, ત્રિપગી, ટાયરદોડ, લીંબુ ચમચી, કોથળા દોડની હરીફાઈ રાખેલ. વિવિધ શાળાના સંચાલકો / શિક્ષકો અને વાલીઓ પણ શેરી રમતોમાં ભાગ લીધો હતો.ઙ્ગ તેમ શ્રી વી.ડી.બાલા (પ્રમુખ નવરંગ નેચર કલબ રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) એ યાદીમાં જણાવ્યું છે.

(3:43 pm IST)