Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આ યુગભુષણસૂરિજી મહારાજ (પંડિત મહારાજ)ને ૪ ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ પદ પ્રદાન કરાશે : ૮ મુમુક્ષુઓની સામૂહિક દીક્ષા

મુંબઇના બોરીવલીમાં ૧૨ દિવસીય ઉત્સવ : અનેક કાર્યક્રમો

રાજકોટ, તા.૨૧ : આચાર્યશ્રી યુગભૂષણસૂરિજી મહારાજા (પંડિત મહારાજ)ને મુનિપ્રવરશ્રી મોહજીતવિજયજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ પદથી અંલકૃત કરવા માટે મુંબઇમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવી રહયું છે. ૨૫ જાન્યુઆરીથી ૫ ફ્રેબુઆરી સુધી ચાલનારા ૧૨ દિવસના આ ઉત્સવમાં દીક્ષા પ્રદાન, અંજનશલાકા - પ્રાણપ્રતિષ્ઠા સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જૈન સંઘના અગ્રણી જે.એમ. ફાઇનાન્સના નિમેષ કંપાણી અને મણીલક્ષ્મી તીર્થના સ્થાપક દિનેશભાઇ ઠલિયાવાલા અને નામી કાર્ડિયોલોજીસ્ટ ડો. ભાષ્કર શાહે દાદર જ્ઞાન મંદીર જૈન સંઘમાં પદારોહણ પર્વની ઘોષણા કરતા કહ્યું કે જ્યોત સંગઠન દ્વારા મંગળવાર, ૪ ફ્રેબુઆરી ૨૦૨૦ ના બોરીવલી સ્થિત ચિકુવાડી મેદાનમાં થનારા આ પદ સમારોહમાં આચાર્યશ્રીઅરિહંતસાગરસૂરિજી મહારાજા, આચાર્યશ્રી કલ્પભૂષણસૂરિજી મહારાજા, પ્રવતિની સાધ્વીજીશ્રી કલાનિધિશ્રીજી સહિત શ્રી મોહજિતવિજયજી મહારાજના સમસ્ત સમુદાય અને સકળ શ્રીસંઘ તરફથી આચાર્ય યુગભૂષણસૂરિજીને ગચ્છાપતિ પદ પ્રદાન કરવામાં આવશે.

પંડિત મહારાજ સાહેબે તેમની વિશિષ્ટ પ્રવચન શૈલી, જૈન આગમ શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસની સાથે સાથે વર્તમાન દર્શનોનો તુલનાત્મક અધ્યયન, આધુનિક વિજ્ઞાન અને  સમ - સામાયિક વિષયોના જ્ઞાનને કારણે બુદ્ધિજીવી વર્ગની વચ્ચે પણ એક અનોખી ઓળખ ઉભી કરી છે. દીક્ષાના પૂર્વથી જ અનેક જિજ્ઞાસુઓને શાસ્ત્રભ્યાસ કરાવતા કરાવતા દીક્ષા પછી તેઓ પંડિત મહારાજના નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્ર-સંશોધનની દિશામાં કાર્યરત સંસ્થા ગીતાર્થ ગંગા અને યુવાનોને માટે કાર્યરત જ્યોત સંગઠનને પણ આચાર્યશ્રી યુગભૂષણસૂરિજી મહારાજા સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત છે. વધુ જાણકારી માટે હેંમતભાઇ શાહ મો.નં. ૦૯૮૨૦૦૫૩૫૩૦ ઉપર સંપર્ક કરી શકાશે

લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સી.એ.

(3:42 pm IST)