Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નવગામ આણંદપરમાં તળપદા કોળી સમાજનો સમુહલગ્નોત્સવ અને રકતદાન કેમ્પ યોજાયા

૨૧ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યાઃ ૧૭૦ ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાઇ

રાજકોટઃ તળપદા કોળી જ્ઞાતિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સમાજનો આઠમો સમુહ લગ્નોત્સવ અને મહા રકતદાન કેમ્પના કાર્યક્રમો નવગામ દિવેલીયાપરામાં યોજાયા હતાં. સમુહ લગ્નોત્સવમાં તળપદા કોળી સમાજની ૨૧ દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતાં. આણંદપુર નવાગામ ખાતેના આ પ્રસંગમાં અધ્યક્ષ સ્થાને કેબીનેટ મંત્રીશ્રી કુરજીભાઈ બાવળીયા, સંતશ્રી વાલજીભગત (કાળાસર જગ્યા), સંતશ્રી મોહનબાપુ (આણંદપર),  સંતશ્રી દેહા ભગત (રામાપીરની જગ્યા રાજકોટ) અને ભરતભાઈ સોરાણી, અશ્વિનભાઈ મેઘાણી, ભરતભાઈ અદાણી, વજુભાઈ ભાલીયા, દિપ્તીબેન સોલંકી, રેખાબેન મકવાણા (બામણબોર), નારણભાઈ રાજકોટ ધીરૂભાઈ હાંડા અને તેમની ટીમ તેમજ વિઠ્ઠલભાઈ,ઙ્ગઈન્દુબેન નારાયણભાઈ સોલંકી (તાલુકા પંચાયત સદસ્ય), રેખાબેન કાનજીભાઈ બારીયા (તાલુકા પંચાયત સદસ્ય) અને આમંત્રિત મહેમાનો, રાજકીય આગેવાનો પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ શ્રી તાલુકા, સદસ્ય જિલ્લા, સદસ્ય તાલુકા અન સરપંચો તેમજ કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ તકે દિપ્તીબેન સોલંકીએ  જણાવ્યું હતું કે સમુહ લગ્ન કરવાથી ઘણા મોટા ખર્ચામાંથી બચી શકાય છે. તેમણે કુરિવાજાને ત્યજવા અને દીકરીઓના ભણતર ઉપર વધુ ધ્યાન આપવા સમજ આપી હતી. દિકરીઓને ચમચીથી માંડીને કબાટ સુધીની ૧૭૦ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. સંતોએ આવા કાર્યક્રમોના સતત આયોજન થાય તેવા આશીર્વાદ આપ્યા હતાં. તસ્વીરો અને માહિતી બામણોબરથી બાબુલાલ ડાભીએ મોકલ્યા હતાં.

(12:54 pm IST)