Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આજીડેમ પોલીસે બે લાખનો દારૂ ભરેલી ટવેરા અને ક્રાઇમ બ્રાંચે બે ઇકો કારમાં ૮૪ બોટલ સાથે બે શખ્સને પકડ્યા

ક્રાઇમ બ્રાંચના નગીનભાઇ ડાંગર, યુવરાજસિંહ ઝાલા અને હિરેનભાઇ આહિરની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૨૧: વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. ૨૬મી જાન્યુઆરી અંતર્ગત શહેર પોલીસને સતર્ક રહેવા અને ડ્રાઇવ યોજવા તેમજ વાહન ચેકીંગ કરવા સુચનાઓ અપાઇ હોઇ તે અંતર્ગત આજીડેમ પોલીસે મોડી રાતે પેટ્રોલીંગ દરમિયાન રૂ. ૨,૦૪,૦૦૦નો દારૂ ભરેલી ટવેરા ગાડી ઝડપી લીધી હતી. જ્યારે ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ ચોકડીએથી કોળી અને મુસ્લિમ શખ્સને ૮૪ બોટલ દારૂ સાથેની બે ઇકો કાર સાથે પકડીલઇકુલ રૂ. ૫,૨૨,૫૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આજીડેમ પોલીસની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળતાં માર્કેટીંગ યાર્ડના સર્વિસ રોડ પર વોચ રાખી જીજે૦૩સીઇ-૯૯૫૭ નંબરની ટવેરાને પકડી લીધી હતી. જો કે ચાલક ભાગી ગયો હતો. આ ગાડીમાંથી પોલીસને રૂ. ૨,૦૪,૦૦૦નો ૫૦૪ બોટલ દારૂ મળતાં તે તથા ૪ લાખની ગાડી મળી કુલ રૂ. ૬,૦૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પી.આઇ. એ.એસ. ચાવડા, પીએસઆઇ સી.એસ. પટેલ, કોન્સ. જયપાલભાઇ બરાળીયા અને જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

જ્યારે અન્ય દરોડામાં રાજકોટ-ગોંડલ હાઇવે પર ગોંડલ રોડ ચોકડી વિકાસ કોર્પોરેશન ટાફે સામેની સાઇડમાં ક્રાઇમ બ્રાંચના નગીનભાઇ ડાંગરની બાતમી પરથી દરોડો પાડી આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર દેવકીનંદન સોસાયટી-૬માં રહેતાં રાજેશ જશવંતભાઇ સોલંકી (કોળી) (ઉ.૪૭) તથા જામનગર જવાહરનગર-૨ શરૂ સેકશન રોડ પર રહેતાં હનીફ ઇશાકભાઇ મલેક (ઉ.૩૯)ને રૂ. ૪૦ હજારના ૮૪ બોટલ દારૂ સાથે પકડી લઇ બંને પાસેથી બે ઇકો કાર જીજે૦૩કેપી-૮૯૬૫ તથા જીજે૦૩એચકે-૨૧૫૫ તથા મોબાઇલ ફોન બે નંગ મળી કુલ રૂ. ૫,૨૨,૫૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંનેની વિશેષ તપાસ થઇ રહી છે.

એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ, યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, હિરેનભાઇ આહિર, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા તથા પ્રદિપસિંહ જાડેજાની ટીમે નગીનભાઇ, યુવરાજસિંહ અને હિરેનભાઇની બાતમી પરથી આ દરોડો પાડ્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અંતર્ગત પોલીસ સ્ટેશન અને બ્રાંચની ટીમો સતત દરોડા પાડી રહી છે.

(12:53 pm IST)