Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બ્રહ્મસમાજની ચૂંટણીને ગેરલાયક ઠેરાવો : ભારતભાઈ જાનીની જીતનો દાવો ખોટોઃ પ્રમુખપદે હું જ છું: પંકજ રાવલ

જે લોકો સમાજમાં જ નથી તેવા લોકોએ ચૂંટણીમાં વિઘન પાડ્યુ : ટ્રસ્ટી મંડળની બેઠક બોલાવી ન્યાય આપવા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજને પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ૨૧ :બ્રહ્મસમાજની ચૂંટણીનો વિવાદ વધુને વધુ ઘેરાતો જાય છે. સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી પંકજભાઈ રાવલે ગઈકાલે બનેલ બનાવ અંગે ઉકત સંસ્થાને પત્ર પાઠવી ટ્રસ્ટી મંડળની બેઠક બોલાવી ગઈકાલની ચૂંટણીને ગેરલાયક ઠેરવી અને ન્યાય આપવા અનુરોધ કર્યો હતો.

શ્રી પંકજભાઈ રાવલે સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજને પત્ર પાઠવ્યો તેની યાદી આ મુજબ છે.

ગઈકાલે રાજકોટ ઈશ્વરીયા મહાદેવ મુકામે રાજકોટ જીલ્લાની ચૂંટણીનું નક્કી કરેલ. જેમાં નિરીક્ષક તરીકે ભુપતભાઈ પંડ્યા તેમજ દિપકભાઈ વ્યાસ બોટાદથી આવેલ. તેમની હાજરીમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલુ કરેલ. પરંતુ જે દિપકભાઈ વ્યાસ ચૂંટણી એજન્ડા બંધારણ મુજબ ન કરેલ હોય તેમજ સામે ભારતભાઈ જાની તેમજ પંકજભાઈ રાવલ હાલના પ્રમુખ ચાલુ છે. તે દાવેદારી નોંધાવેલ તેમાં સભ્યપદ પણ નથી તેવી વ્યકિતને ચૂંટણીમાં મત આપવા માટે બોલાવીને ભારતભાઈને ખોટી રીતે વિજેતા જાહેર કરેલ કોઈ જ કામ બંધારણની રૂએ થયેલ નથી તે તમામ સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના તમામ હોદ્દેદારો તેમજ મુખ્ય નિરીક્ષક તથા ટ્રસ્ટના પ્રમુખ અને તમામ ટ્રસ્ટીઓને જાણ કરી છે અને ન્યાય આપવા અપીલ કરી છે અને તથા અમારી એટલે કે પંકજભાઈ રાવલની આબરૂના ધજાગરા કરી અને બ્રાહ્મણ જ્ઞાતિને ન શોભે તેવા ખરાબ વર્તન ગાળા ગાળી તેમજ મારી નાખવાની ધમકીઓ આપી અને રિવોલ્વર કાઢી અને આપણા આજીવન સભ્યોને ધમકીઓ આપી છે અને મુખ્ય વાત એ કે જેઓ સમાજના વ્યકિત નથી તેવાના જોરે જોર કરીને ત્યાં ચૂંટણીમાં ખલેલ પહોંચાડી છે. આ ભરતભાઈ જાની અને તેમની સાથે આવેલા તમામ વ્યકિતઓએ તો આ ચૂંટણીને ગેરલાયક ઠેરાવી અને મોકુફ રાખવા અપીલ કરી છે અને ભારતભાઈ જાની ખોટો જીતનો દાવો કરી અને સમાજને ગેરમાર્ગે દોરે છે તો તાત્કાલીક ટ્રસ્ટી મંડળની મીટીંગ બોલાવી અને આ મીટીંગ કરી અને અમોને ન્યાય આપવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:07 pm IST)