Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભુદેવોના ઇતિહાસમાં ચુંટણી કયારેય નથી થઇ, રોટેશન પધ્ધતી જ હોવી જોઇએઃ ઘટના દુઃખદ

પંકજ રાવલ અને કૃણાલ દવેએ નોંધાવેલી ફરીયાદ ખોટી અને ઉપજાવી કાઢેલીઃ જીતુભાઇ મહેતા : ભારતભાઇ જાની વિજેતા થયા બાદ પંકજ રાવલ સહિતનાએ ગાળાગાળી શરૂ કરેલીઃ ૧૩ તાલુકાના પ્રમુખ-ઉપપ્રમુખો હાજર હતા

રાજકોટઃ તા.૨૧, ગઇકાલે બ્રહ્મસમાજ ટ્રસ્ટની ચુંટણી દરમિયાન જે સમગ્ર ઘટના બનેલ છે તે દુઃખદ છે ભુદેવોના ઇતિહાસમાં  બ્રહ્મસમાજ ટ્રસ્ટની ચુંટણી કયારેય થઇ નથી રોટેશન પધ્ધતી જ થવી જોઇએ. ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ લમણે બંધુક રાખવાનો કોઇ બનાવ બન્યો જ ન હોવાનુ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતુ.

બ્રહ્મસમાજના આગેવાનોએ જણાવેલ કે ગઇકાલે ઇશ્વરીયા મહાદેવ મંદિર ખાતે  સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટની ચુંટણી હોય ભારત જાની, પંકજ રાવલ અને કે.સી. વ્યાસ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકશ્રીની વિનંતીથી કે સમાજમાં ચુંટણી વ્યાજબી નથી. કોઇપણ બે વ્યકિત દાવેદારી પાછી ખેંચી લ્યે અને એકને પ્રમુખ જાહેર કરે. આ વિનંતીથી કે.સી. વ્યાસએ ભારત જાનીની તરફેણમાં દાવેદારી રદ કરી હતી અને ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ પ્રમુખની ચુંટણીની પ્રક્રિયા શરૂ થઇ . બંને નિરીક્ષક અને બે ઉમેદવાર મત ગણતરી કરી હતી. મત ગણતરી પુર્ણ થતા નિરિક્ષકો દ્વારા પરિણામ જાહેર થયુ જેમા ભારતભાઇ જાનીનું ૧૫૧ મત અને પંકજભાઇ રાવલને ૧૨૮ મત મળ્યા. પરિણામ જાહેર થતા જ પંકજભાઇ રાવલ,  કૃણાલભાઇ દવે, પંકજભાઇ રાવલના ભાઇ અને મળતીયાઓએ રીતસરની ગુંડાગીરી શરૂ કરીને અને જોઇ લેવા અને મારી નાખવાની ધમકી આપી હતી.

 પંકજ રાવલ અને કૃણાલ દવે નોંધાયેલી ફરીયાદ તદન ખોટી, વાહીયાત અને ઉપજાવી કાઢેલી છે. ત્યાં ઇશ્વર મહાદેવ મંદિરે ૧૩ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખો હાજર હતા તેમજ રાજકોટજના તમામ અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર હતા જે કૃણાલ દવેએ ફરીયાદ કરી છે તેવો કોઇ બનાવ બનેલ નથી. ભારત જાનીની પ્રમુખ વરણી થતા ૧૩ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખો અને અગ્રણીઓએ ફુલહારથી સન્માન કરી ફટાકડા ફોડી સૌ પોતપોતાના ઘરે જવા રવાના થયેલ હતા. ત્યારબાદ આ કૃણાલ દવે, પંકજ રાવલ, તેમનો ભાઇ અને મળતીયાઓએ જુના ખાર રાખી રાજકીય દબાણમાં આવી આ એક ખોટી ફરીયાદ દાખલ કરેલ હોવાનુ જણાવ્યું હતુ આ અંગે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલને પણ રજુઆત કરાયાનું જણાવાયું છે.

તસ્વીરમાં બ્રહ્મસમાજના આગેવાનો સર્વેશ્રી જીતુભાઈ મહેતા (સૌરાષ્ટ્ર - કચ્છ ટ્રસ્ટી શ્રી બ્રહ્મસમાજ), રાજુભાઈ જોષી (ગુરૂ - પરશુરામ ધામ), મનીષભાઇ જોષી (એડવોકેટ) રાજકોટ બાર એસોસીએશન (લાઈબ્રેરી સેક્રેટરી), કશ્યપભાઈ ભટ્ટ, જતીન ભટ્ટ, સમીર પંડ્યા, રાજા ભટ્ટ, દિપ વ્યાસ, નિલેશ મહેતા, વિજયભાઈ મહેતા, પ્રતિક બલભદ્ર, જયેશ પંડ્યા, મેહુલ જોષી અને મોહિત ઉપાધ્યાય નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:06 pm IST)