Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પૂ.શ્રી સોનલબાઇ મહાસતીજીની ૬૧મી જન્મજ્યંતિ ઉજવાઇઃ ૧૩ વસ્તુઓનુ વિતરણ

સૌરાષ્ટ્રના સિંહણ વચનસિધ્ધીકા તીર્થસ્વરૂપા બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં

રાજકોટઃ તા.૨૧, ગો. સંપ્રના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં સોનલબાઇ મહાસતીજીની ૬૧મી જન્મજયંતિની ભવ્યાતીભવ્ય દબદબાભરી ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે સોનલ સદાવ્રતનું આયોજન તથા અનુપમ અલૌકીક જાપ રખાયેલા હતા. આ પ્રસંગે હજારો સાધકોએ જન્મજયંતિની ભવ્યતાનો લાભ લીધો હતો. ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામને ૨૦ વર્ષ પુર્ણ, સોનલબાઇ સ્વામીને ૬૧ વર્ષ પુર્ણ સોનલ સદાવ્રતને ૧૭ વર્ષ પુર્ણ, સોનલ સારવાર સહાયને ૯ વર્ષ પુર્ણ, સોનલ શૈક્ષણિક સહાયને ૫ વર્ષ પુર્ણ, ઝળહળતા જીવદયાના કાર્યને ૭ વર્ષ પુર્ણ, આમ નાલંદા તીર્થધામમાં દર વીસ તારીખે પુણ્યાશ્રાવકની શુધ્ધ સામાયિક તથા જાપ થાય છે.

નાલંદા તીર્થધામમાં અનેક ધર્મોના  કાર્યો થઇ રહયા છે. માનવસેવાની સંસ્થાઓ જેવી કે પાંજરાપોળ વગેરેમાં ગુરૂણી ભકતો તરફથી દાન દેવામાં આવ્યું હતુ. તા.૨૦/૧/૫૮ના રોજ પૂ. શ્રી સોનલબાઇ મહાસતીજીનો જન્મ ધોરાજી મુકામે થયેલ તા.૬/૨/૮૨ના રોજ ઉપલેટા મુકામે દિક્ષા લીધી શાસન અને સંપ્રદાય તથા ગુરૂણીની આન-બાન-શાન વધારી ગુરૂણીના નામને ચાર ચાંદ લગાવી રહયા છે.

આ પ્રસંગે દેશ-વિદેશના દાતાઓએ હાજર રહી 'સોનલબાઇ સ્વામી જુગ જુગ જીવો'ના નારાથી નાલંદા તીર્થધામ ગાજી અને ગુંજી ઉઠયું હતુ. દુઃખિયાના બેલી ઘણું જીવો એવા નારા લગાવ્યા હતા. વિતરણના દાતા આર.આર.બાવીશી પરિવાર, નવિનભાઇ શાહ, રીનાબેન જીતુભાઇ બેનાણી, ઇશિતા શાહ, જગદીશભાઇ શેઠ આદિ દાતાઓ તરફથી વિતરણ કરવામાં આવેલ.

 આ પ્રસંગે સોનલ સીનીયર સીટીઝન, સોનલ સેવા મંડળ, સોનલ સહેલી મંડળ,  સોનલ સખી મંડળ, તથા સોનલ સદાવ્રત ગ્રુપ, જંકશન યુવક મંડળ તેમજ ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવડ, મોરબી આદિ અનેક ગામના સાધકો, દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવયો, હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે દરેકને પ્રભાવના અશોકભાઇ દોશી, તરફથી રૂ.૬૧ તથા ચંદ્રેશભાઇ તરફથી રૂ.૧૦ , કુલ રૂ.૭૧ની પ્રભાવના કરવામાં આવી હતી. તથા સવારે નવકારશી દાનરત્ના શારદાબેન મોદી તરફથી હતી.

નાલંદા તીર્થધામમાં દર ૨૦ જાન્યુઆરીએ નોખુ-અનોખુ નવુ આયોજન થાય છે. આ  તા.૨૦એ ચૌવિહાર હાઉસનું આયોજન થયેલ. નાલંદામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આદિનાથ ટ્રસ્ટીમંડળે પ્રસંગેને આખરી ઓપ આપવા માટે જહેમત  ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઇ શાહે કહયું હતુ. વિતરણ પ્રદાતામાં ભાવનાબેન રોહિતભાઇ શાહનું પણ યોગદાન રહેલ હતુ. નાલંદા તીર્થધામ સત અને સત્યનો ઓટલો છે જે સદાને માટે અમર છે. શ્રધ્ધાનું ધામ અને આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. પૂ. મહાસતીજીના દર્શન-વાણીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. (૪૦.૩)

(3:48 pm IST)