Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વાહ નૈત્રી વાહ... જન્મ દિવસની પ્રેરક ઉજવણી

રાજકોટઃ જન્મ દિવસની ખુશી કોને ન હોય! પણ આ ખુશીને કઇક નવતર રીતે શેર કરવામાં આવે તો અવિસ્મરણીય બની રહે છે. કઇક આવુ જ પત્રકાર અમિત ચુનીભાઇ જોષી (મો. ૯૮૨૪૫ ૩૩૨૯૩) અને દીશાની લાડલી દિકરી ચિ. નૈત્રી જોષીના જન્મ દિવસે બન્યુ. નૈત્રીએ જન્મદિનના પૂર્વ દિવસોમાં પપ્પાને કહ્યુ કે પપ્પા મારો જન્મ દિવસ આવે છે અને મારે મારા શાળાના વર્ગમાં બધાને કઇક આપવુ છે.

તુરંત તેની અમલવારી માટે આખા પરિવારે વિચારી લીધુ. પણ આપવું શું? જેમાં એસ.બી.આઇ. નિવૃત્ત કર્મચારી દાદા ચુનીભાઇ રતીભાઇ જોષી અને દાદી - શોભનાબેન જોષીએ સુચન કર્યુ કે ચોકલેટ કેક જેવી વસ્તુઓનું તો સૌ વિતરણ કરે, પણ આપણે કઇક ઉપયોગી થાય તેવુ આપીએ. બસ તુરંત રામકૃષ્ણ આશ્રમના સાહિત્ય ભંડારનો સંપર્ક કરાયો અને વિદ્યાર્થીઓ માટે સરસ મજાની સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો વર્ણવતી રંગ પુરી શકાય તેવા ચિત્રો સાથેની પુસ્તીકાની પસંદગી કરવામાં આવી. સીસ્ટર નિવેદીતાના આચાર્યશ્રી મહેશભાઇ અને વર્ગ શિક્ષકનો સહયોગ લઇ ચિ.નૈત્રીના આખા વર્ગખંડમાં આ પુસ્તીકાનું વિતરણ કરાયુ ત્યારે આ પ્રેરક નિર્ણયને સૌએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

(3:47 pm IST)