Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ચેકરિટર્ન કેસમાં આરોપી હાજર નહિ થતાં કોર્ટનું વોરંટ

રાજકોટ, તા.૨૧: અત્રેના  ભાનુશાળી સમાજના નવીનભાઇ ભાનુશાળીના પુત્ર સામે ચેકરિટર્ન અંગે થયેલ ફરીયાદ સંબંધેનો કેસના સંદભમાં કોર્ટે આરોપી કોર્ટસમક્ષ હતુ હાજર નહિ થતાં વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો.

આ કેઇસની વિગત એવી છે કે નવીનભાઇ ભાનુશાળીના પુત્ર અમીતભાઇએ પુરૂષાર્થ એન્ટર પ્રાઇઝમાંથી રૂ. ૨૦,૦૦,૦૦૦/- રૂ. વીસ લાખની લોન લીધેલ. જેની પરત ચુકવણી માટે અમીતભાઇએ પરૂષાર્થ એન્ટરપ્રાઇઝને જીવન કોમર્શીયલ બેંકનો ચેક રાજકોટ બ્રાંચનો ચેક આપેલ. અમીતભાઇના ચેક બેલેન્સના અભાવે રીટર્ન થતાં પુરૂષાર્થ એન્ટર પ્રાઇઝ દ્વારા રાજકોટની અદાલતમાં અમીતભાઇ નવીનભાઇ ભાનુશાળી સામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ નોંધાવવામાં આવેલ. અદાલતે અમીતભાઇ નવીનભાઇ ભાનુશાળી સામે સેમન્સ ઇસ્યુ કરેલ. અમીતભાઇ નવીનભાઇ ભાનુશાળીને સમન્સની બજવણી થઇ જવા છતાં, અમીતભાઇ નવીનભાઇ ભાનુશાળીના અદાલત સમક્ષ હાજર ન થતાં અદાલતે અમીરભાઇ નવીનભાઇ ભાનુશાળી સામે વોરંટ ઇસ્યુ કરેલ.(૨૨.૭)

(3:46 pm IST)