Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

દિલ્હીની પરેડમાં દ્રષ્ટિ પાડલીયાની પસંદગી

રાજકોટઃ બાળપણથી જ રમત  ગમત તથા નૃત્યમાં માહીર દ્રષ્ટિ વિનોદભાઈ પાડલીયાએ હૈદરાબાદ ખાતે યોજાયેલ મેગા ઈવેન્ટ ઈન્ટરનેશનલ કુચીપુડી કન્વેનશન કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામી છે. તેમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરી અને ગૌરવ પત્ર પ્રાપ્ત કરેલ છે. કુ.દ્રષ્ટિનાં રાજપથ દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં પસંદગી થવાથી ગુજરાત રાજયના શૈક્ષણિક મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાંએ પણ શુભકામના પાઠવેલ હતી. તેમજ ફુટબોલમાં સ્ટેટ લેવલ સુધી પ્રતિનિધિત્વ કરીને પોતાના વતન તેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે.

(3:45 pm IST)