Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ઇશ્વરીયામાં ગૌચરની જમીન સુરક્ષિત બની, લોકજાગૃતિના બુલંદ અવાજથી સરકાર બેનકાબ : ઇન્દ્રનીલ રાજગુરૂ

રાજકોટ તા. ૨૧ : કાલાવડ રોડ પર ઇશ્વરીયામાં દસ કરોડની ગૌચર જમીન બચાવવા ગ્રામજનોએ આક્રમક આંદોલન કરતા લોકજાગૃતિના બુલંદ અવાજથી સરકાર બેનકાબ બની હોવાનું ટીમ ઇન્દ્રનીલ ફોર યુ ના ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ એક નિવેદનમાં જણાવેલ છે.

તેઓએ જણાવેલ છે કે રાજકોટની ભાગોળે દસ કરોડના મુલ્યની ગૌચરની જમીન આવેલી છે. ગૌમાતા માટે ચરીયાણની આ જગ્યા એજયુકેશન ટ્રસ્ટને ફાળવી દેવાની પેરવી શરૂ થઇ હતી. પરંતુ સત્યનો અવાજ કયારેય દબાતો નથી એ અહીં પુરવાર થયુ અને લોકજાગૃતિ આંદોલનથી ગૌચરની જમીન ફરી સુરક્ષિત બની છે.

લોકશાહીમાં લોકજાગરણને મજબુત કરવા મારૂ ખુલ્લુ સમર્થન હોય છે. તેમ અહીં પણ ન્યાય પુર્વકની લડતમાં મેં ટેકો જાહેર કર્યો હતો. યુવા નેતા હાર્દીક પટેલ પણ સમર્થનમાં જોડાયા હતા. સરદાર વલ્લભભાઇ પટેલની ખુમારીને જીવંત રાખવા અને સત્યને ઉજાગર કરવા માટે ઇશ્વરના ગ્રામજનોએ જે તાકાતના દર્શન કરાવ્યા તે અભિનંદનીય છે તેમ ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ (મો.૯૮૨૪૦ ૪૩૭૦૩) એ અંતમાં જણાવેલ છે.

(3:45 pm IST)