Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગંજીવાડામાંથી બે બોટલ દારૂ જપ્તઃ રાજેશ સોલંકીની શોધખોળ

રાજકોટ તા. ૨૧: ગંજીવાડા-૬૨માં રહેતાં રાજેશ મનજીભાઇ સોલંકીના ઘરમાં થોરાળાના પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, કોન્સ. વિજયભાઇ મેતા સહિતે દરોડો પાડતાં રૂ. ૮૦૦નો બે બોટલ દારૂ મળ્યો હતો. આ શખ્સ ઘરમાં હાજર ન હોઇ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દારૂ પી વાહન હંકારતા કલ્પેશ અને પ્રતાપસિંહની ધરપકડ

બી-ડિવીઝનના પી.આઇ. એમ.આર. પરમારની રાહબરી હેઠળડી. સ્ટાફના વિરમભાઇ ધગલ, એભલભાઇ, કીરણભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કલ્પેશ વશરામભાઇ રંગાણી (ઉ.૩૪-રહે. કુવાડવા રોડ શિવશકિત સોસાયટી-૨) દારૂ પી એકસેસ નં. જીજે૩કેડી-૪૬૮૧ હંકારીને નીકળતાં પકડી લઇ કાર્યવાહી કરાઇ હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના પી.આઇ. બી. બી. ગોયલની રાહબરીમાં હેડકોન્સ. બલભદ્રસિંહ જાડેજા, હરેશભાઇ, જુવાનસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રૈયાગામ જોકીયા હનુમાન મંદિર તરફના રોડ પરથી પ્રતાપસિંહ ભાવસિંહભાઇ ચોૈહાણ (ઉ.૩૧-રહે. કૃષ્ણનગર-૧૨, મવડી રોડ) દારુ પી જીજે૩ઇઆર-૫૦૯૮ નંબરની કાર લઇને નીકળતાં પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:42 pm IST)