Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા યોજાયો ઋણ સ્વીકાર સમારોહ

રાજકોટઃ. એકલવ્ય ફાઉન્ડેશન રાજકોટ તેમજ રાજકોટ શહેર અનુસૂચિત જાતિ દ્વારા ગુજરાતના દરેક જીલ્લા તેમજ તાલુકા ક્ષેત્રમાં અનુસૂચિત સમાજની સામાજિક સંસ્થાઓ તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા તાજેતરમાં લેવાયેલ લોકરક્ષકદળની લેખીત પરીક્ષામાં દરેક જિલ્લા તેમજ તાલુકામાં આવેલ વિદ્યાર્થીઓને રહેવા-જમવા તેમજ પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટેની વાહન વ્યવસ્થા કરનાર લોકોનો ઋણ સ્વીકાર કરવા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લા તેમજ તાલુકાઓની સંસ્થાઓ અને અનુસૂચિત જાતિના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું એકલવ્ય ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મોમેન્ટ, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.  એકલવ્ય ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ સુરેશ બથવારે સોૈને આવકાર્યા બાદ મુખ્ય વકતા જે.ડી. ચંદ્રપાલે પોતાના વકતવ્યમાં જણાવેલ કે એકલવ્ય ફાઉન્ડેશન સંસ્થાનું આ કાર્ય ધન્યવાદને પાત્ર છે, આ ઋણ સ્વીકાર સમારોહમાં આગેવાનો નિવૃત જજ કે.બી.રાઠોડ, ન્યાય સમિટીના ચેરમેન બાલુભાઇ વીંજુડા, ડો.ઘીવાળા, અલ્કેશભાઇ ચાવડા, મનોજભાઇ રાઠોડ, પી.એસ.આઇ. ચુડાસમા મેડમ, મંત્રી નરેશભાઇ પરમાર, પ્રો. સુનિલ જાદવ, અનિલભાઇ વીજુડા, મધુભાઇ ગોેહેલ, સી.કે. રાઠોડ, જગદીશભાઇ સોલંકી, ગિરીશભાઇ પરમાર, જીવનભાઇ પરમાર, ગોવિંદભાઇ વઘેરા, ડાયાભાઇ ચાવડા, મુકેશભાઇ મકવાણા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નરેશભાઇ સાગઠિયા, પ્રવીણભાઇ ચાંડપા , સુકેતુ  રાઠોડ, યોગીભાઇ સોલંકી, પ્રકાશ રાખોલીયા, પ્રવીણભાઇ મુછડીયા, પ્રિયદર્શી સોલંકી, રમેશભાઇ ડયા, માવજીભાઇ રાખસિયા, રાજુ સોલંકી વગેરે એ મહેમત ઉઠાવેલ હતી.(૨-૨૩)

(3:40 pm IST)