Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સિંધી સમાજના શહિદ હેમુ કાલાનીના નિર્વાણ દિન નિમિતે આજે સાંજે સ્પીચ કોમ્પીટીશન

૨૮ ફાઈનલીસ્ટો વચ્ચે ફાઈનલ સ્પર્ધા : વિજેતાઓને પુરસ્કાર

રાજકોટ : ભારતીય સિંધુ સભા, રાજકોટ દ્વારા આજે ૨૧મીના સોમવારે સાંજે ૫ વાગ્યે ગુરૂ ગુલરાજ સાહેબ કુટીયા (સિંધી કોલોની, જુલેલાલ મંદિર સામે, રાજકોટ) ખાતે શહીદ હેમુ કાલાની નિર્વાણ દિવસે સ્પીચ કોમ્પીટીશન રાખવામાં આવેલ છે. આ કુલ ૧૦૬ં વિદ્યાર્થીઓએ આ કોમ્પીટીશન માટે ફોર્મ ભરેલ. જેમાંથી આજે ૨૮ વિદ્યાર્થીઓને ફાઈનલ માટે સિલેકટ કરાયેલ છે. જેમની વચ્ચે આજે સ્પર્ધા યોજાશે. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મોમેન્ટો અને પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ ઈનામો અપાશે. આ ઉપરાંત ભારતીય સિંધુ સભા - રાજકોટ દ્વારા સિંધી સમાજના અનેક લોકોને ભાષાકીય લઘુમતીના સર્ટીફીકેટો ગુજરાત સરકારમાં કઢાવી આપવામાં આવેલ છે. ટૂંક સમયમાં સમાજના લોકોને સરકારી લોનો વિશેની માહિતીઓ આપી ફોર્મ ભરવામાં આવશે.

તસ્વીરમાં સર્વેશ્રી સિંધી સમાજ પ્રમુખ લીલારામ પોપટાણી, ભારતીય સિંધુ સભાના  ચેરમેન જીતેશ પુનવાણી, ભાગસિંઘભાઈ ખાનચંદાણી, ભરતભાઈ પોપટાણી, સુરેશભાઈ ધીરવાણી, હરેશ ટેકવાણી, મંધારામભાઈ ધીરવાણી, હરેશભાઈ ધીરવાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)