Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ફેબ્રુ.માં યુવક મેળો

૪૦૦થી વધુ યુવક- યુવતીઓ ભાગ લેશેઃ વાલીઓએ ફોર્મ ભરી દેવા

રાજકોટ,તા.૨૧: જૈન જાગૃતિ સેન્ટર, રાજકોટ દ્વારા રાજકોટ ખાતે તા.૧૭ ફેબ્રુઆરીના જૈન અપરીણિત યુવક- યુવતીઓ માટે યુવા મેળાનું આયોજન કરવામાં આવેલ છે. હાલના સમયમાં જયારે જૈન યુવક- યુવતીઓના લગ્ન બાબતની વાતચીત માટે કે તેમના સગપણ માટે કોઈપણ મીડીયેટરો ઓછા થતા હોય અને યુવક- યુવતીઓના માતા- પિતાને તેમના સંતાનોના લગ્ન અંગેની ચિંતાઓ થતી હોય ત્યારે આ પ્રકારના યુવા મેળા માતા- પિતાની સંતાનોના લગ્ન અંગેની ચિંતાઓ દુર કરી નાખે છે.

જૈન જાગૃતિ સેન્ટર, રાજકોટ દ્વારા તા.૧૭ ફેબ્રુઆરીના ૩૫ વર્ષ સુધીના જૈન અપરીણીત યુવક- યુવતીઓ માટે યુવા મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ અપરીણીત યુવક- યુવતીઓ ભાગ લઈ શકશે. જેમાં હાલના તબકકે ૨૦૦થી વધુ યુવક- યુવતીઓના ફોર્મ આવી ગયેલ છે. આ યુવા મેળાના ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૦ જાન્યુ. છે. ફોર્મ મેળવવા તેમજ વધુ વિગતો માટે (૧) દિશીતભાઈ મહેતા- ૩૧૧, સોમનાથ કોમ્પલેક્ષ, સમ્રાટ હોટલની સામે, કનક રોડ, જુના બસ સ્ટેન્ડની પાછળ, રાજકોટ મો.૯૩૨૭૪ ૫૦૧૫૨, (૨) નિલેશભાઈ ભાલાણી- અંબાઆશ્રીત, દિવાનપરા મેઈન રોડ, રાજકોટ મો.૯૮૨૪૪ ૨૯૭૦૦, (૩) તુષારભાઈ મહેતા- ૪૨, ન્યુ જૈનચાલ, ગોંડલ રોડ, સ્વામીનારાયણ ગુરૂકુળની સામે, રાજકોટ મો.૯૪૨૮૨ ૭૬૦૪૧, (૪) નિલેશભાઈ શેઠ- પુજા મારબલ એન્ડ ટાઈલ્સ, મોદી સ્કુલ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ મો.૯૩૭૭૭ ૧૯૫૫૫, (૫) અરીહંત મેચીંગ સેન્ટર- મહેશ ડેરીની સામે, વાણીયાવાડી મેઈન રોડ, રાજકોટ મો.૯૪૨૮૨ ૭૦૬૨૫, (૬) શ્રી અંજલી કિએશન- મનોજભાઈ, શોપ નં- ૧, સેતુ પાણી પાસે સમુધ્ધિ કોમ્પલેક્ષ યુની.રોડ, રાજકોટ મો.૯૮૨૫૬ ૭૨૪૭૫, (૭) શ્રી નવકાર ઓપ્ટીકલ્સ-  શીવાલીક, ૮, વાસુપુજય જીનાલય સામે, ચંદન પાર્ક મેઈન રોડ, રાજકોટ મો.૯૪૦૯૦ ૧૪૧૧૩, (૮) હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ- મહાવીર ચેમ્બર્સ, એ ડીવીઝન પોલીસ ચોકીની સામે, ઢેબર રોડ, રાજકોટ મો.૯૩૭૪૧ ૦૧૫૭૪, (૯) શ્રીમતી ચારૂબેન પારેખ- ૯૦૧, ચાણકય એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ, શારદા બાગ સામે રાજકોટ મો.૯૩૨૮૬ ૬૦૬૧૮

આ યુવા મેળાને સફળ બનાવવા માટે જૈન જાગૃતિ સેન્ટર, રાજકોટના દિવ્યેશભાઈ દોશી (પ્રુમખ), ભરતભાઈ પારેખ (પુર્વ પ્રમુખ), નિતીનભાઈ કાગદી (ઉપ- પ્રમુખ), દિવ્યેશભાઈ બાવીશી (મંત્રી), દિશીતભાઈ મહેતા (મંત્રી), દિવ્યેશ ગાંધી (ખજાનચી), ધર્મેશ મહેતા (સહ ખજાનચી), હિરેનભાઈ સંઘવી (સહમંત્રી), કિરીટભાઈ પારેખ (પુર્વ પ્રમુખ) તથા કારોબારી સભ્યો સંજયભાઈ ઉદાણી, તુષારભાઈ મહેતા, હેમેનભાઈ કોઠારી, સોહીલભાઈ મહેતા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહિતી માટે સંપર્ક દિવ્યેશભાઈ દોશી મો.૯૮૨૪૩ ૭૫૮૨૦, દિશીતભાઈ મહેતા મો.૯૩૨૭૪ ૫૦૧૫૨નો સંપર્ક કરવો.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ દિવ્યેશ દોશી, ઉપપ્રમુખ નિતીનભાઈ કાગદી, મંત્રી દિવ્યેશ બાવીશી, મંત્રી દિશીત મહેતા, સહમંત્રી હિરેનભાઈ સંઘવી, ખજાનચી દિવ્યેશ ગાંધી, સહખજાનચી ધર્મેશ મહેતા, હેમેન કોઠારી અને સોહીલ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 pm IST)