Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

યુનિવર્સિટી પોલીસે ૪૩ હજારના દારૂ સાથે આશિષ ઉર્ફ બેટરી અને સરતાજ ઉર્ફ સલિમને પકડ્યા

પી.આઇ. બી. બી. ગોયેલે ચાર્જ સંભાળ્યોઃ ડી. સ્ટાફના રવિરાજસિંહ અને ધમભાની બાતમી

રાજકોટ તા. ૨૧: ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એસ.આર. ટંડેલની સુચના તથા નવનિયુકત  પી.આઇ. બી. બી. ગોયલની રાહબરી હેઠળ યુનિવર્સિટીના પી.એસ.આઇ. એન. બી. ડોડીયા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, કોન્સ. અમીનભાઇ કરગથરા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, મુકેશભાઇ ડાંગર સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રવિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહની બાતમી પરથી રવિ પાર્ક આરએમસી કવાર્ટર બ્લોક નં. ૯ પાછળના ભાગેથી પ્રિયેશ ઉર્ફ બેટરી અરવિંદભાઇ સોલંકી (ઉ.૨૦-રહે.આરએમસી કવાર્ટર રવિ પાર્ક) તથા સરતાજ ઉર્ફ સલિમ હુશેનભાઇ સોલંકી (ઉ.૨૪-રહે. આરએમસી કવાર્ટર)ને રૂ. ૪૩૨૦૦ના ૭૨ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. આશિષ ફ્રુટનો ધંધો કરે છે અને સરતાજ કલરકામ કરે છે. 

(3:37 pm IST)