Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બી-ડિવીઝનમાં પી.આઇ. એમ.આર. પરમારે ચાર્જ સંભાળ્યોઃ મયુર કુંભાર ચોરાઉ વાહન સાથે પકડાયો

વિરમભાઇ ધગલ અને એભલભાઇ બરાલીયાની બાતમીઃ મયુર અગાઉ ચીટીંગમાં પકડાયો'તો

રાજકોટ તા. ૨૧: બી-ડિવીઝન પોલીસ મથકમાં નવા પી.આઇ. તરીકે એમ.આર. પરમારે ચાર્જ સંભાળી લીધો છે. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પીઆઇ પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ.એફ. ડામોર, એએસઆઇ એસડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, કોન્સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ પરમાર, કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા સહિતે વિરમભાઇ અને એભલભાઇની બાતમી પરથી જુના યાર્ડમાંથી મયુર ધનજીભાઇ ચોૈહાણ (કુંભાર) (ઉ.૩૨-રહે. કોઠારીયા સોલવન્ટ દિનદયાળનગર-૩/૩૨)ને ચોરાઉ હોન્ડા સાથે પકડી લીધો છે. આ શખ્સ અગાઉ જુનાગઢમાં છેતરપીડીના ગુનામાં પકડાયો હતો. હોન્ડા વંથલીથી ચોરાયું હતું.

(3:37 pm IST)