Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જંગલેશ્વરના બોગસ ડોકટરને સાથે રાખી રાજકોટ પોલીસ તપાસાર્થે અમદાવાદ પહોંચી

૧૪ વર્ષ પહેલા અમદાવાદથી રૂ. ૩૦ હજારમાં હોમિયોપેથીની બોગસ ડીગ્રી લઇ રફિક લીંગડીયા 'ડોકટર' બની દર્દીઓના આરોગ્ય સાથે રમત કરતો'તો

રાજકોટઃભકિતનગર પોલીસે જંગલેશ્વર મેઇન રોડ તવક્કલ ચોકમાં આવેલા દવાખાનામાં ચોક્કસ બાતમી પરથી દરોડો પાડી હોમિયોપેથીની નકલી ડીગ્રી પર દવાખાનુ ચલાવી દર્દીઓને એલોપેથી દવા આપી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં રફિક અઝીઝભાઇ લીંગડીયા (ઘાંચી-પીંજારા) (ઉ.૩૮-રહે. મહાત્મા ગાંધી સોસાયટી-૨, જંગલેશ્વર)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી  મળેલી ૨૦૦૪ના વર્ષની બોર્ડ ઓફ ઇલેકટ્રો હોમિયોપેથીની ડીગ્રી અંગે શંકા ઉપજતાં તેની વિસ્તૃત પુછતાછ કરતાં તેણે પોલીસની આકરી પુછતાછ સામે ભાંગી પડી આ ડીગ્રી નકલી હોવાનું અને અમદાવાદથી ૧૪ વર્ષ પહેલા ૩૦ હજારમાં વેંચાતી લાવ્યાનું કબુલતાં તેની સામે આઇપીસી ૪૦૬, ૪૧૯, ૪૬૫, ૪૬૮,૪૭૧ તથા ધ ગુજરાત પ્રેકટીશનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.દવાખાનામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેકશન, બાટલા સહિતનો સામાન કબ્જે કરાયો હતો. વિેશેષ પુછતાછમાં રફિકે કબુલ્યું હતું કે પોતાને કિડનીની બિમારી હોઇ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ ગયો હતો. ત્યાંથી નકલી ડીગ્રી લાવ્યો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અને પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, ડી.એન. વાંજા, મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, કિશોરભાઇ પરમાર, કોનસ. દિવ્યરાજસિંહ ઝાલા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી. બોગસ ડોકટર રફિકના બે દિવસના રિમાન્ડ મંજુર થતાં ભકિતનગર પોલીસની ટીમ તેને સાથે લઇ અમદાવાદ તપાસાર્થે પહોંચી છે.

(3:36 pm IST)