Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભાગીદારી પેઢીના ભાગીદારો સામેની ઠગાઇની ફરીયાદમાંથી નિર્દોષ છુટકારો

રાજકોટ, તા., ર૧: ભાગીદારી વિસર્જન બાદ ભાગીદારે પેઢીના અન્ય ભાગીદારો સામે વિશ્વાસઘાત તથા ઠગાઇના આક્ષેપો કરેલ ફરીયાદ રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો અને આરોપીને છોડી મુકેલ.

રાજકોટના રહીશ હસમુખલાલ વૃજલાલ ત્રિવેદી ઠે. શકિતનગર કાલાવડ રોડ રાજકોટનાએ મે.પટેલ સોફટવેર સોલ્યુશન ભાગીદારી પેઢીના ભાગીદાર સુમીતભાઇ પટેલ, લલીતાબેન કાલરીયા, વિપુલ મનસુખભાઇ પરમાર તથા સુમીતાબેન ઉગણજા વિગેરેને જોડી રાજકોટ કોર્ટમાં સને ર૦૦૩ માં ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦ વિગેરે અન્વયે ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદની વિગતો મુજબ મે.પટેલ સોફટવેર સોલ્યુશન નામની પેઢી કોમપ્યુટર એજયુકેશનનો ધંધો સનેર૦૦૦માં તીરૂપતી નગર-ર, રૈયા રોડ, મુકામે કરેલ. જે તે ભાગીદારી પેઢીમાં ઉપરોકત ઉલ્લેખેલ આરોપીઓ ભાગીદાર હતા અને કીરીટભાઇ પટેલ નામના ભાગીદાર છુટા થતા તેની જગ્યાએ ફરીયાદી ભાગીદાર તરીકે જોડાયા.  જે તેપેઢી નુકશાન કરતી હોય તમા ભાગીદારોએ પેઢી બંધ કરવાનું નક્કી કરેલ અને ત્યાર બાદ ફરીયાદીએ અન્ય ભાગીદારોને નોટીસ આપી પોતે પેઢીમાં રોકેલ રૂ. ર,૦૦,૦૦૦ પરત મેળવવાની ડીમાન્ડ કરેલ. પરંતુ તમામ ભાગીદારો પેઢીના નફા-નુકશાનમાં સરખાભાગીદાર હોય, ફરીયાદીની રૂ.ર,૦૦,૦૦૦ની માંગણી ભાગીદારોએ સ્વીકારેલ  નહી. જથી ફરીયાદી હસમુખભાઇ ત્રિવેદીએ તમામ ભાગીદારોને જોડી રાજકોટ કોર્ટમાં ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪ર૦ અન્વયે ફરીયાદ દાખલ કરેલ હતી.

 સમગ્ર ટ્રાયલના અંતે કોર્ટે ઠરાવેલ છે કે ફરીયાદી તથા સાહેદોની જુબાની તથા રેકર્ડ ઉપરના પુરાવાઓ સાંકળવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, આરોપી અને ફરીયાદી ભાગીદારી પેઢીનો ધંધો પરસ્પર એકબીજાની સંમતીથી કોઇપણ પ્રકારની ધાકધમકી વગર કે દબાણ વગર શરૂ કરેલો. પરંતુ તે ધંધામાં ફાવટ નહીં આવતા ધંધો ખોટ કરવા લાગેલ અને  આઠ માસના ગાળામાં ધંધો બંધ કરવામાં આવેલ જેને લગતનો પત્ર ફરીયાદીની  જાણ સાથે કંપની અધિકારીને લખી, પેઢી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ફરીયાદી પોતે ભાગીદારી પેઢીમાં પોતાની મરજીથી નાણા રોકેલ હોય, અને આવા નાણા આરોપીએ વિશ્વાસથી અપ્રમાણીક પણે ઉપયોગ કરાયેલ નાણાનો નિકાલ કર્યો હોય તેવું રેકોર્ડ ઉપર જણાતું નથી. જેથી આરોપીએ કોઇ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોય તેવું જણાય આવતું નથી. ભાગીદારી કરાર તે સ્પેશ્યલ કરાર છે, જેમાં પૈસા આપવા કે મેળવવા તે પોતાના હીત માટેની વાત છે. તેને છેતરપીંડી કે વિશ્વાસઘાતમાં ખપાવી શકાય નહીં, તેવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને લઇ કોર્ટે ઠરાવેલ છ ે કે ફરીયાદી, આરોપી સુમીત પટેલ સામેના ઇ.પી.કો. કલમ ૪૦૬ના તમામ તત્વો  પુરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ હોય તેઓને નિર્ર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવ્યા છે. અને અન્ય ભાગીદારોને ચાર્જ ફ્રેમના તબક્કે જ ડિસ્ચાર્જ કરેલ હોય તેવો સામે અન્ય કોઇ હુકમ કરવાનો રહેતો નથી.

આ કામમાં અરોપી વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ.શેઠ, વિવેક ધનેશા, એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.(

(3:32 pm IST)