Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

થોરાળામાં આબીદ ઓડીયાના ઘરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જૂગાર રમતાં ૬ પકડાયા

રૂ.૩૫૩૪૦ રોકડા અને બે વાહનો મળી ૧,૩૫,૩૪૦ની મત્તા કબ્જે કરી

રાજકોટ તા. ૨૧: ક્રાઇમ બ્રાંચે નવા થોરાળા-૧માં રહેતાં મુસ્લિમ શખ્સના ઘરમાં દરોડો પાડી તેના સહિત છ શખ્સોને તિનપત્તીનો જૂગાર રમતા પકડી લઇ રૂ. ૧,૩૫,૩૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આબીદ ગનીભાઇ ઓડીયા (ઉ.૪૯)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રઉફ આદમભાઇ કારવા (ઉ.૩૫-રહે. નહેરૂનગર-૪, આમ્રપાલી પાછળ), હનીફ અશરફભાઇ હાલાણી (ઉ.૩૪-રહે. જીલ્લા ગાર્ડન ઘાંચીવાડ-૮), મુકેશ લક્ષ્મીદાસ કોટક (ઉ.૫૫-રહે. દરબારગઢ ચોક, બાલમુકુન્દ એપાર્ટમેન્ટ-૧૦૨), યોગેશ છગનભાઇ પરમાર (ઉ.૩૫-રહે. ગીતાનગર-૧) અને ભરત છગનભાઇ પરમાર (ઉ.૩૫-રહે. મવડી પ્લોટ વિશ્વનગર-૨)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૩૫૩૪૦ રોકડા, રિક્ષા જીજે૩બીયુ-૪૦૯૨ રૂ. ૬૭૦૦૦ તથા એકટીવા જીજે૩કેએન-૮૦૮૬ રૂ. ૩૩ હજારનું મળી કુલ રૂ. ૧,૩૫,૩૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. બી. ત્રિવેદી, એએસભાઇ ભરતભાઇ વાઘેલા, કોન્સ. હરેશગીરી ગોસાઇ, સામંતભાઇ ગઢવી, કોન્સ. સંજયભાઇ કુમારખાણીયા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે સામતભાઇ ગઢવી અને ભરતભાઇની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. (૧૪.૧૪)

 

(3:31 pm IST)