Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રાજકોટ-ગોંડલમાં શેરી રમતોની જમાવટઃ ૧પ૦૦ બાળકોએ મજા માણી

શેરી રમતોના સેમીનારમાં પણ લોકો ઉમટ્યાઃ નેટવર્ક વિસ્તરી રહ્યું છેઃ વી.ડી.બાલા : નવરંગ કલબનો સર્વે ૯૦ ટકા બાળકો મોબાઇલમાંં ફસાયેલા છે : મહાપાલિકાના કમિશનરના જીવનસાથી સીમાબેન પણ રમ્યા-પ્રભાવિત થયા

 રાજકોટ : ગુજરાતમાં શેરી રમતો ફરીથી રમાતી થાય તેવા પ્રચંડ પ્રયત્નોના ભાગરૂપે વિવિધ સ્થળો પર શેરી રમતો રમાડવી. તા. ૧૩-૦૧-૨૦૧૯ ના રોજ નારાયણનગર રાજકોટ ખાતે કન્યા પ્રા.શાળા/કુમાર શાળા ના મેદાનમાં ૧૦૦૦ બાળકોએ શેરી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ રમતામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમીશ્નરશ્રીના ધર્મપત્ની સીમાબેન પાની અને જળ અધિકાર મંચના પ્રમુખ  પ્રવિણભાઇ રામ અને આહિર એકતા મંચ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ આંબલીયાની વિશેષ ઉપસ્થિતી રહી. શકિત ગરબી મંડળ-નારાયણનગર તરફથી બાળકોને ભરપુર નાસ્તો કરાવેલ અને ઘણી બધી સંસ્થાઓના યુવાનોએ આ રમતો રમાડી, રમી ખુબ આનંદ મેળવ્યો. તા.૨૦-૧-૨૦૧૯ ના રોજ ગોંડલ ખાતે એસ.આર.પી. ગ્રુપ-૮ ના ચીલ્ડ્રન પાર્કમાં શેરી રમતોનું આયોજન જેમાં૫૫૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ શેરી રમતોમાં એસ.આર.પી. ગ્રુપ-૮ ના ગોંડલના સેનાપતી શ્રી પી.વી. ચોૈધરી સાહેબ વિશેષ રસ લઇ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. ગોંડલના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના યુવાનોએ બાળકોને રમાડવામાં ખુબ સહકાર આપેલ. એસ.આર.પી. ગ્રુપના જવાનોએ બાળકોને રમાડેલા અને વડીલોએ શેરી રમતોનું ભરપુર લાભ લીધો. શેરી રમતોને વધુમાં વધુ પ્રચલીત કરવા માટે એક સેમિનારનું આયોજન કરેલ જેમાં ૫૦ લોકોએ ભાગ લઇ આ શેરી રમતોને દરેક ગામ, શહેર સુધી લઇ જવાનો સંકલ્પ કરેલ. આ શેરી રમતોમાં સ્થાનીક સંસ્થાઓએ અને સ્થાનીક લોકોએખુબ સહકાર આપેલ. આપણી ભુલાતી જતી રમતોને ફરીથી જીવંત કરવા માટે વડીલો તથા યુવાનોમાં ખુબ ઉત્સાહ જોવા મળેલ. આ ઉત્સાહથી અમને પણ ખુબ બળ મળ્યું છે. અમારી સંસ્થાઓ આ શેરી રમતોને વધુમાં વધુ પ્રચલીત કરવા માટે સખત મહેનત કરશે. શેરી રમતો અંગે ઇચ્છાનારે વિગતો માટે વી.ડી. બાલા મો.નં. ૯૪૨૭૫ ૬૩૮૯૮ ઉપર સંપર્ક થઇ શકે છે.

(3:31 pm IST)